Help & Support   |   Register Now   |   Login Now     

પૂર્વ PM મનમોહન સિંહ દ્વારા જીએસટીને સફળતાપૂર્વક શરૂ કરવા માટે અરુણ જેટલીને ‘બિઝનેસલાઇન ચેન્જમેકર ઓફ ધ યર’ એનાયત.

18 માર્ચ: ગ્લોબલ રિસાઈક્લિંગ ડે. આ વર્ષનો વિષય - રિસાઈક્લિંગ ઇનટુ ધ ફ્યુચર.

મોઝેમ્બિકના બીરા શહેરમાં ઇડાઈ ચક્રવાત.

ભારત-થાઈલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં ત્રીજો નમસ્તે થાઈલેન્ડ મહોત્સવ શરૂ.

એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: ફિલિપ મહેશ્વરન થબિટાએ પુરુષોની 110 મીટર હર્ડલ રેસમાં, વિપિન કુમારે મેન્સ હેમર થ્રોમાં સુવર્ણ જીત્યો.

વિખ્યાત કથક નૃત્યાંગના સીમા મહેતાને પાછલાં 15 વર્ષોમાં મહિલા સશક્તિકરણ માટેના તેમના યોગદાન માટે ‘નારી શક્તિ પુરસ્કાર’ અર્પણ.

બંધન બેંકને ગૃહ ફાયનાન્સના પ્રસ્તાવિત વિલય માટે RBIની મંજૂરી.

SBIએ ગ્રાહકોને ફિઝીકલ ડેબિટ કાર્ડના ઉપયોગ વગર કેશ નીકળવા માટે ‘YONO કેશ’ સેવા લોન્ચ કરી. આ સેવા માટેના ATMને ‘YONO કેશ પોઈન્ટ’ કહેવાશે.

US એરફોર્સ જનરલ ટોડ વોલ્ટર્સ NATOના નવા પ્રમુખ.

FIFA અંડર-17 મહિલા વિશ્વ કપ-2020ની મેજબાની ભારત કરશે.