Help & Support   |   Register Now   |   Login Now     

મેઘાલય 2022માં યોજાનાર નેશનલ ગેમ્સની મેજબાની કરશે. 2022માં રાજ્યની સ્થાપનાનાં 50 વર્ષ પણ પૂરાં થનાર છે.

ટાટા કેપિટલે પર્સનલ લોન માટે એક મોબાઈલ એપ ‘માયલોન’ શરુ કરી.

વેલસ્પન ઇન્ડિયાએ રાજેશ મંડાવેવલાને ફરીથી કંપનીના MD નિયુક્ત કર્યા.

અંકુર મિત્તલે ડબલ ટ્રેપ ઇવેન્ટમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરીને આંતરરાષ્ટ્રીય શુટિંગ સ્પોર્ટ ફેડરેશન વિશ્વ કપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

એસ્સારની નંદ નિકેતન ટાઉનશિપ (હજીરા) ભારતની પ્રથમ કેશલેસ ખાનગી ક્ષેત્રની ટાઉનશીપ બની.

તમિલનાડુએ બંગાળને હરાવીને રેકોર્ડ પાંચમી વખત ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફી 2017 જીતી.

આધાર કાર્ડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા અને પાન મેળવવા માટે અનિવાર્ય કરાયું.

રેલિગેર એન્ટરપ્રાઈઝીસે માનિંદર સિંહને ગૃપના CEO નિયુક્ત કર્યાં.

વિશ્વ આર્થિક મંચ ડબ્લ્યુઈએફ દ્વારા ગ્લોબલ એનર્જી આર્કિટેક્ચર પરફોર્મન્સ ઇન્ડેક્સ અનુસાર ભારત 87મા સ્થાને. સ્વીત્ઝર્લેન્ડ પ્રથમ સ્થાને.

ફ્રેન્ચ ગણિતજ્ઞ ય્વેસ મેયેર તરંગીકાઓ પર કામ માટે 2017 એબલ પુરસ્કારથી સન્માનિત.