Help & Support   |   Register Now   |   Login Now     

નેપાળનાં રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી 17 એપ્રિલથી ભારત યાત્રાએ આવશે.

ICCના અધ્યક્ષ શશાંક મનોહરે પોતાનું રાજીનામું આપવાની ના પાડી.

ભારતના પેરા એથ્લીટ્સે દુબઈમાં આયોજિત 9મા ફાજજા ઇન્ટરનેશનલ IPC એથ્લેટિક્સ ગ્રા. પ્રી.માં 13 ચંદ્રક જીત્યા.

અફગાનિસ્તાનના લેગ સ્પિનર રશીદ ખાન 18 વર્ષની ઉમરમાં વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 વિકેટ લેનાર સૌથી યુવા બોલર બન્યા.

સરકારે ફેબ્રુઆરી 2018 સુધી તમામ મોબાઈલ કનેક્શન્સને આધાર કાર્ડથી જોડવાનું અનિવાર્ય કર્યું.

ભારતીય મૂળના બ્રિટિશ નિર્દેશક ગુરિન્દર ચડ્ઢા 2017ના શીખ જ્વેલ એવોર્ડથી સન્માનિત.

નેવિએ સપાટીએથી હવામાં માર કરનાર બરાક મિસાઈલ સિસ્ટમનું વિમાન વાહક જહાજ INS વિક્રમાદિત્ય દ્વારા સફળ પરીક્ષણ કર્યું.

ગુજરાત સાહિત્ય અકાદમીએ સુદીર્ઘ કારકીર્દી અને ભાષાંતર ક્ષેત્રે કરેલ મહત્વના પ્રદાન બદલ દિનકર જોશીને 2017નો ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરી.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, રાધા મોહન સિંહે ’50 યર્સ-ધ ગ્રેટ ઇન્ડિયન મિલ્ક રિવોલ્યુશન’ નામની એક કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.

કેન્દ્રીય મંત્રી મંડળે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગને એક બંધારણીય સંસ્થા તરીકે સ્થાપનાની મંજુરી આપી.