Help & Support   |   Register Now   |   Login Now     

સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક 2016 અનુસાર 188 દેશોની સુચિમાં ભારત 131મા સ્થાને. નોર્વે સ્થાને.

ભારતીય મૂળનાં અમેરિકન વનિતા ગુપ્તા ‘ધ લીડરશીપ કોન્ફરન્સ ઓન સિવિલ એન્ડ હ્યુમન રાઈટ્સ’નાં અધ્યક્ષ તથા CEO નિયુક્ત.

ફેરારીના ડ્રાઈવર સેબાસ્ટીયન વેટલે ઓસ્ટ્રેલિયા ગ્રા. પ્રી.નો ખિતાબ જીત્યો.

રવિન્દ્ર જાડેજા 1000 ટેસ્ટ રન અને 100 વિકેટની ‘ડબલ’ પૂર્ણ કરનાર દસમા ભારતીય ક્રિકેટર બન્યા.

એચડીએફસી બેંકના MD આદિત્ય પુરી અમેરિકન ફાયનાન્સિયલ મેગેઝિન બૈરોનની દુનિયાના 30 શ્રેષ્ઠ CEOની યાદીમાં સામેલ.

ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ અભિનેતા અનુપમ ખેરને કલા રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા.

ચીન સમર્થિત કૈરી લામ હોંગકોંગનાં પ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ચૂંટાયાં.

તનુશ્રી પારીખ BSFના 51 વર્ષના ઈતિહાસમાં યુદ્ધ ક્ષેત્ર માટે ફોર્સમાં સામેલ થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યાં.

પશ્ચિમ બંગાળે ગોવાને હરાવીને 32મી વખત સંતોષ ટ્રોફી પોતાના નામે કરી.

રણદીપ ગુલેરિયા એમ્સ (અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા), દિલ્હીના નવા નિદેશક નિયુક્ત.