Help & Support   |   Register Now   |   Login Now     

વડાપ્રધાનના સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત MMR (માતૃ મૃત્યુ દર) ઓછો કરવા બદલ મધ્યપ્રદેશનું સન્માન કરાશે.

ગિરીશચંદ્ર ચતુર્વેદી ICICI બેંકના નોન એકિઝક્યૂટિવ પાર્ટટાઇમ ચેરમેન નિયુક્ત.

વિદેશથી ઘરે પૈસા મોકલવા બાબતે ભારતીયો વિશ્વમાં ટોચે: વર્લ્ડ બેંક. ચીન બીજા નંબરે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે નવી દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના નાયબ વડાપ્રધાન સુહરોબ રુસ્તમોવિચ ખોલ્મુરાદોવથી મુલાકાત કરી.

ભારતની બાયોટેક ક્વિન કિરણ મજૂમદાર શો MIT (મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) ના ટ્રસ્ટી બોર્ડનાં ફૂલ ટર્મ મેમ્બર તરીકે ચૂંટાયાં.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફિનલેન્ડના હેલસિન્કીમાં પ્રથમ શિખર સંમેલન યોજાશે.

બંદરના વિકાસથી સંબંધિત પ્રમુખ કાર્યક્રમ ‘સાગરમાલા’ને 52મા સ્કોચ શિખર સંમેલનમાં ગોલ્ડ એવોર્ડ.

દિલ્હી મેટ્રો નેટવર્ક વિશ્વનું 5મું સૌથી મોટું નેટવર્ક.

સુરતની ગુંજન મિસ્ત્રીએ દિલ્હીમાં 50 મીટર રાઈફો ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ ISSF જુનીયર વિશ્વ કપમાં 243.7 અંક મેળવી સુવર્ણ ચંદ્રક જીતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.