Help & Support   |   Register Now   |   Login Now     

નેધરલેંડની નેવિગેશન કંપની ટોમટોમ દ્વારા કરાયેલ 57 દેશના 416 શહેરના ટ્રાફિક સર્વે મુજબ દુનિયામાં સૌથી ખરાબ ટ્રાફિક બેંગલુરુનો છે.

29 વર્ષીય બાલા દેવી વિદેશી લીગમાં રમનાર પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બની. તે સ્કોટલૅન્ડની રેન્જર્સ FC માટે રમશે.

અમેરિકામાં આયોજિત સેલિંગ વર્લ્ડ કપમાં ભારતીય સેલર નેત્રા કુમાનને લેઝર રેડિયલ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો. આ સાથે જ તે વર્લ્ડ કપ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની.

ભારત સરકારે ISRO દ્વારા વિકસાયેલ ભુવન પંચાયત V3 વેબ પોર્ટલ લોન્ચ કર્યું.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ યશવંત સિંહાની આત્મકથા ‘રિલેન્ટલેસ’નું વિમોચન કર્યું.

પંકજ અડવાણીએ પૂણેમાં આયોજિત સિનિયર નેશનલ બિલિયર્ડસ ચેમ્પિયનશિપ જીતી.

ચક્રવાતથી પીડિત મેડાગાસ્કરની સહાય માટે ભારતે ‘ઓપરેશન વેનિલા’ લોન્ચ કર્યું.

ત્રીજી ગ્લોબલ પોટેટો કોન્કલેવ ગાંધીનગર, ગુજરાતમાં યોજાઈ.

UKએ ભારતમાં 4 મિલિયન પાઉન્ડનો ઇનોવેશન ચેલેન્જ ફંડ શરૂ કર્યો.

ભારતીય રેલવેએ ભુવનેશ્વરમાં પ્રથમ સરકારી વેસ્ટ-ટૂ-એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો.