Help & Support   |   Register Now   |   Login Now     

ભારતના સૌરવ ઘોષાલને હરાવીને મિસરના ફારેસ દેસોકીએ પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટૂર્નામેન્ટ જીતી.

તરનજીત સિંહ સંધૂ અમેરિકામાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

રેલવે મંત્રી પીયુષ ગોયલની ભારતીય રેલવેને 2024 સુધીમાં 100% વીજળી સંચાલિત કરવાની ઘોષણા. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં ‘નેટ ઝીરો એમિશન નેટવર્ક’ બનાવવાનું છે.

ફ્લિપકાર્ટે લોકલ હેન્ડીક્રાફ્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSHHDC) સાથે ભાગીદારી કરી.

ફાઈનાન્સ મિનીસ્ટ્રીના એડીશનલ સેક્રેટરી સંજીવ કૌશિક બોર્ડ ઓફ ઇન્ડિયન બેંકના ડિરેક્ટર નિયુક્ત.

અમેરિકાના ફાબિયાનો કારૂઅનાએ ટાટા સ્ટીલ્સ માસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટ જીતી.

થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં હોંગકોંગના નગ કા-લોંગે મેન્સ કેટેગરીનો અને જાપાનની અકાને યામાગુચીએ વિમેન્સ કેટેગરીમાં સિંગલ્સનો ખિતાબ જીત્યો.

ભારત સરકારે એર ઇન્ડિયાનો 100% સ્ટેક વેચવાની જાહેરાત કરી.

જોજાઓ વલે ડી અલ્મેડા બ્રિટનમાં યુરોપિયન સંઘ (EU)ના પ્રથમ એમ્બેસેડર નિયુક્ત.

મુંબઈના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદયન અને પ્રાણીસંગ્રહાલયમાં દેશનું પ્રથમ અને સૌથી મોટું ‘વોક-થ્રૂ’ પક્ષી સંગ્રહ સ્થાન (Aviary) શરૂ કરવામાં આવ્યું.