Help & Support   |   Register Now   |   Login Now     

સુપ્રીમ કોર્ટે નામીબિયામાંથી આફ્રિકન ચિત્તાને ભારતમાં યોગ્ય સ્થાને વસાવવાની મંજુરી આપી.

સિક્સ ડે બર્લિન ટૂર્નામેન્ટમાં ભારતના એસો અલ્બેને સાઈક્લિંગમાં મેન્સ કિરીન ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.

મિઝોરમની ટીમે સિક્કિમને હરાવીને ડૉ. ટી. એઓ. ફૂટબોલ ટ્રોફી-2020 જીતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP)એ ‘संविधान’ (બંધારણ) શબ્દને ‘ઓક્સફર્ડ હિંદી વર્ડ ઓફ ધ યર-2019' ઘોષિત કર્યો.

તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર ડો. એન. કુમારે હરિત રત્ન એવોર્ડ-2019 જીત્યો.

અનીલ ખન્ના એશિયન ટેનિસ ફેડરેશનના અધ્યક્ષ નિયુક્ત.

સ્વિડીશ રિસર્ચ ઇન્સ્ટીટયુટ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (SIPRI)ના એક રિપોર્ટ મુજબ અમેરિકા બાદ ચીન દુનિયાનો સૌથી મોટો હથિયાર નિર્માતા દેશ છે.

કેરલ સ્ટાર્ટઅપ મિશન (KSUM)ના ઇન્ટીગ્રેટેડ સ્ટાર્ટઅપ કોમ્પ્લેક્સમાં દેશની પ્રથમ સુપર ફેબ લેબ શરૂ.

શેખ ખાલિદ બિન ખલીફા બિન અબ્દેલઅઝીઝ અલ થાની કતરના નવા વડાપ્રધાન ચૂંટાયા.

PNBના પૂર્વ MD અને CEO સુનીલ મહેતા ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ના CEO નિયુક્ત.