Help & Support   |   Register Now   |   Login Now     

બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી સતત ત્રીજી વખત જીતી.

ભારત સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત કુલ 6 કરોડ નિ:શુલ્ક LPG કનેક્શન આપ્યાં. 6 કરોડમું કનેક્શન દિલ્હીનાં જસમિના ખાતૂનને આપવામાં આવ્યું.

ચોલેન્દ્ર શમશેર જે. બી. રાણા નેપાળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત.

આસામ, રાજસ્થાન, મેઘાલય અને છત્તીસગઢ સિવાય ભારતનાં કુલ 25 રાજ્યોમાં 100% ઘરોમાં વિદ્યુતીકરણ કરવામાં આવ્યું.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) તમિલનાડુના એન્નોરમાં પોતાનું પ્રથમ લિક્વિડ નેચરલ ગેસ આયાત ટર્મિનલ ચાલુ કરશે.

LICના MD હેમંત ભાર્ગવ LICના અંતરિમ ચેરમેન નિયુક્ત.

શિખા શર્મા નિવૃત્ત થતાં અમિતાભ ચૌધરી એક્સિસ બેંકના નવા CEO અને MD નિયુક્ત.

કતારે ઓપેક (ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સ્પોર્ટિંગ કન્ટ્રીઝ) છોડ્યું. કતાર તેલ ઉત્પાદક દેશોના બ્લોકને છોડનાર પ્રથમ ગલ્ફ દેશ છે.

ભારતના યુવાઓને આંતરિક વૈજ્ઞાનિક કાર્યક્ષમતા સાથે પરિચિત કરાવવા ISROએ બેંગલુરુમાં ‘સંવાદ વિથ સ્ટુડન્ટ્સ’ નામનું નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યુ.

ભારતીય બોલર જસપ્રીત બુમરાહ 2018માં સૌથી વધુ વિકેટ (78) લેનાર બોલર બન્યો.