Help & Support   |   Register Now   |   Login Now     

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાયહાન 68મા ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ.

68મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારે 439 કેદીઓને માફ કર્યા.

ધૃવ સુનિશે ITF જુનિયર્સ ટેનિસ પુરુષ એકલ ખિતાબ જીત્યો.

ઓલાએ પેપ્સિકોના ભૂતપૂર્વ કાર્યકારી વિશાલ કૌલને પોતાના CEO નિયુક્ત કર્યા.

વિદેશ સચિવ એસ જયશંકરને એક વર્ષનો સેવા વિસ્તાર આપવામાં આવ્યો.

25 જાન્યુઆરીના રોજ 7મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો. 25 જાન્યુઆરી, 1950 ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.

ન્યુયોર્ક યુનિવર્સીટીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર વિરલ આચાર્યે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનો પદભાર સંભાળ્યો.

સર્વિસ વોટર્સને ઇલેક્ટ્રોનિક રીતે પોસ્ટ મતપત્ર મોકલનાર ગોવા પ્રથમ રાજ્ય બનશે.

24 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં એક વિશેષ સમારોહમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો.

દેશના પ્રથમ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નું પરિચાલન કરનાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિ.નો આઈપીઓ ખોલવામાં આવ્યો.