Help & Support   |   Register Now   |   Login Now     

હોંગકોંગે ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલ સુવિધા સમાપ્ત કરી.

વિશ્વ આર્થિક મંચની 47મી વાર્ષિક બેઠક સ્વીત્ઝર્લેન્ડના દાવોસ-ક્લોસ્ટર્સમાં યોજાઈ.

રશિયાની મદદથી ભારત પોતાની ટ્રેનોની ગતિને 200 કિ.મી./કલાક સુધી વધારશે.

23 જાન્યુઆરી : નેતાજી સુભાષચંદ્ર બોઝની 120મી જયંતિ ઉજવવામાં આવી.

સાઈના નેહવાલે મલેશિયાના સારાવાકમાં મલેશિયા માસ્ટર્સ ગ્રાં પ્રી ગોલ્ડ ખિતાબ જીત્યો.

બિહારમાં દારુ વિરુદ્ધ બે કરોડ નાગરિકો સાથે 11,292 કિ.મી.ની દુનિયાની સૌથી લાંબી માનવ શ્રુંખલાનું નિર્માણ કરવામાં આવ્યું. પાછલો રેકોર્ડ બાંગ્લાદેશમાં 1,050 કિ.મી.નો હતો.

ખોડલધામ મંદિર, કાગવડમાં 3.5 લાખથી વધુ લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો. પાછલો રેકોર્ડ બાંગ્લાદેશમાં 2.54 લાખ લોકો દ્વારા રાષ્ટ્રગાન ગાવાનો હતો.

એસબીઆઈ સૌથી મોટા ભારતીય જંગી જહાજ આઇએનએસ વિક્રમાદિત્ય પર એટીએમ ખોલશે. ભારતના કોઈ જંગી જહાજ પર પ્રથમ વખત એટીએમ લાગશે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટી વયના રાષ્ટ્રપતિ છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટે માઈક પેંસને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા.