Help & Support   |   Register Now   |   Login Now     

માઈક્રોસોફ્ટે પ્રથમ વખત ચીફ ટેકનોલોજી ઓફિસર (સીટીઓ)નું પદ શરુ કર્યુ અને તેની પર લિંકડિનના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) કેવિન સ્કોટને નિયુક્ત કર્યા.

વર્ષ 2016માં પણ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું.

ભારત અને યુએઈ વચ્ચે લગભગ 14 સમજુતીઓ પર હસ્તાક્ષર થયા જેમાં ટેકનોલોજી ડેવલપમેન્ટ, રક્ષા ક્ષેત્રે સહયોગ જેવી સમજુતીઓ સામેલ.

વિરાટ કોહલી કેપ્ટન તરીકે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપથી (17 દાવમાં) 1000 રન પુરા કરનાર દુનિયાના સૌથી ઝડપી બેટ્સમેન બન્યા. કોહલીએ દક્ષિણ આફ્રિકાના એબી ડી’વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો.

રશિયાની મેજબાનીમાં યોજાનાર 2018 ફીફા વિશ્વ કપની ફાઈનલ મેચની મેજબાની ક્રેમલિન કરશે.

વેનેઝુએલાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પ્રથમ હ્યુગો શાવેઝ શાંતિ અને સંપ્રભુતા પુરસ્કાર આપ્યો. આ પુરસ્કાર વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝના માનમાં સ્થાપવામાં આવ્યો છે.

નિક્કી હેલીની સંયુક્ત રાષ્ટ્રોમાં અમેરિકન રાજદૂત તરીકે નિયુક્તિની પુષ્ટિ કરાઈ. તેઓ કોઈ પણ રાષ્ટ્રપતિ પ્રશાસનમાં કેબિનેટ રેન્કના પદ પર સેવા આપનાર પ્રથમ અમેરિકન-ભારતીય બન્યાં.

બુક માય શોએ ઓનલાઈન ટિકિટીંગ ફર્મ, મસ્તી ટિકિટ્સને ખરીદી લીધી.

દિલ્હી એરપોર્ટે પરિવહન ક્ષેત્રે 2016 માટે વિમાનન શ્રેણી અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) માટે ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો.

ભારતના 68મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દુબઈનું બુર્જ ખલીફા ત્રિરંગાના રંગે રંગાયું.