Help & Support   |   Register Now   |   Login Now     

30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 69મી પૂણ્યતિથિ ઉજવવામાં આવી.

ટોક્યોએ જાપાનના પ્રસિદ્ધ એનીમેશન કેરેક્ટર સન ગોકૂને 2020 ઓલિમ્પિકનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો.

ઇન્ડિયન સુપર લીગના દિલ્હી ડાયનમોઝે આશિષ શાહને પોતાના નવા સીઈઓ નિયુક્ત કર્યા.

વિરેન્દ્ર સેહવાગ કિંગ્સ XI પંજાબના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

એમી એવોર્ડ વિજેતા અમેરિકન અભિનેત્રી મૈરી ટાઈલર મૂરનું નિધન.

29 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાયો.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ડર્ક સેગારને નવી દિલ્હી સ્થિત સંયુક્ત રાષ્ટ્ર સુચના કેન્દ્ર, (જે ભારત તથા ભૂતાન સામ્રાજ્યના કામની દેખરેખ રાખે છે)ના નિદેશક નિયુક્ત કર્યા.

યૌન દુરાચારના આરોપો બાદ મેઘાલયના રાજ્યપાલ વી. ષનમુગનાથને રાજીનામું આપ્યું.

એનજીઆરઆઈના વૈજ્ઞાનિક એ કેશવ કૃષ્ણાને નેશનલ જીયોસાયન્સ એવોર્ડ 2016 માટે પસંદ કરવામાં આવ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો બોર્ડર પર લગભગ 3,200 કિ.મી. લાંબી દિવાલના નિર્માણનો આદેશ આપ્યો.