Help & Support   |   Register Now   |   Login Now     

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ દવાઓ બનાવતી કંપની વોખાર્ટ લિ.નો ડોમેસ્ટિક બિઝનેસ અને હિમાચલના બડ્ડીમાં આવેલ ફેક્ટરીનું 1,850 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરશે.

પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી’સૂઝા ભારતની મુલાકાતે.

અતુલ કુમાર ગુપ્તા ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના પ્રેસીડેન્ટ નિયુક્ત.

જાન્યુઆરીમાં ફુગાવાનો દર 7.59% થયો. ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ૦.3% ઘટીને 2.5% થયો.

વિયેતનામના નેશનલ મેડિયા ગૃપ VOV (વોડ્સ ઓફ વિયેતનામ)એ દિલ્હીમાં પ્રથમ ભારતીય બ્યુરો શરૂ કર્યુ.

મહારાષ્ટ્ર સરકારે કર્મચારીઓ માટે અઠવાડિક બે દિવસની રજા જાહેર કરી.

13 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય મહિલા દિવસ. ‘ઇન્ડિયન નાઈન્ટિંગલ’ ગણાતાં ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુના જન્મદિવસ નિમિત્તે આ દિવસ ઉજવાય છે.

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ તથા જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ફંડિંગના બે કેસમાં કુલ 11 વર્ષની સજા ફરમાવી.

હાઈડ્રોલોજિકલ સાઈકલ, ઇકોસિસ્ટમ, ફિશરીઝ એન્ડ ફૂડ સિક્યુરિટી’ પર જળવાયુ પરિવર્તનનું આંતરરાષ્ટ્રીય સંમેલન ‘ક્લિમફીશકોન-2020’ કેરળમાં યોજાયું.

એડમિરલ સંજય વાત્સ્યાયન ઇન્ડિયન નેવિની ઈસ્ટર્ન ફ્લિટના કમાન્ડર નિયુક્ત.