Help & Support   |   Register Now   |   Login Now     

કેબ બુકીંગ સેવા આપનાર ઉબેરે હૈદરાબાદમાં પોતાની બાઈક-શેરીંગ સેવા ‘ઉબરમોટો’ શરુ કરી.

ચાડના વિદેશ મંત્રી મૂસા ફાકિ મહામત, આફ્રિકન યુનિયન (AU) આયોગના અધ્યક્ષ ચૂંટાયા.

સુપ્રીમ કોર્ટે BCCIના સંચાલન માટે ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (CAG) વિનોદ રાયની અધ્યક્ષતા હેઠળ ચાર સભ્યોની એડમિનિસ્ટ્રેટર સમિતિની રચના કરી.

હોલીવુડ ફિલ્મ નિર્માતા તથા વિમ્બલડન ખેલાડી રહી ચૂકેલ અશોક અમૃતરાજ ભારતમાં સંયુક્ત રાષ્ટ્રોના સતત વિકાસ લક્ષ્યો માટે સદભાવના રાજદૂત નિયુક્ત.

સાનિયા મિર્ઝા અને દાર ઇવાન ડોડીગ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મિશ્રિત યુગલ ફાઈનલમાં અમેરિકાની એબીગેલ સ્પીયર્સ અને કોલંબિયાના જુઆન સેબેસ્ટીયન કાબેલની જોડીથી હારી ગયા.

વર્ષ 2016 માટે સીઝનની ફેવરેટ ‘લા લા લેન્ડે’ સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા (PGA)નો ડેરિલ એફ જાનુક એવોર્ડ જીત્યો.

ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા પી. વી. સિંધુએ પ્રથમ વખત સૈયદ મોદી ગ્રાં.પ્રી. ગોલ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો મહિલા સિંગલ્સ ખિતાબ જીત્યો.

સ્વીત્ઝરલૅન્ડના રોજર ફેડરરે સ્પેનના રાફેલ નડાલને હરાવીને પોતાનો 18મો ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ એકલ ખિતાબ જીત્યો.

સુઝેન કેફેલે ઓસ્ટ્રેલિયાની હાઈ કોર્ટનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

અમિત મિશ્રા ટી-20માં 200 વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બન્યા. પહેલા ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન છે.