Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્રએ જંગલોના સંરક્ષણના હેતુથી ગોરેવાડા (નાગપુર)માં વનભૂમિ પર એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઝૂ અને બાયોપાર્ક બનાવવાની યોજના બનાવી.

રાજીવ ગોબાએ નવા કેબિનેટ સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો.

સરકારે સમગ્ર ભારતમાં 12,500 આયુષ કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક બનાવ્યો, જે અંતર્ગત આ વર્ષે જ 4,000 કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક.

ભારતે દુનિયાનું પ્રથમ બાયોમેટ્રિક સિફર આઇડેન્ટિટી ડોકયુમેન્ટ (BSID) લોન્ચ કર્યું, જે નાવિકના ચહેરાના બાયોમેટ્રિક ડેટા કેપ્ચર કરે છે.

પૂર્વ માનવાધિકાર વકીલ લિયોનેલ આઈઝિમિયા પેસિફિક નેશન નાઉરુના 15મા રાષ્ટ્રપતિ ચૂંટાયા.

પ્રમોદ અગ્રવાલ કોલ ઇન્ડિયાના આગામી અધ્યક્ષ નિયુક્ત.

ગુજરાતની ઈલાવેનિલ વાલારિવને ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો. તે વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીતનારી ભારતની ત્રીજી મહિલા શૂટર બની.

રિયો ડી જનેરિયોમાં આયોજિત શૂટિંગ વર્લ્ડ કપમાં મેન્સ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં અભિષેક વર્માએ ગોલ્ડ અને સૌરભ ચૌધરીએ બ્રોન્ઝ જીત્યો.

લિવરપુલ ફૂટબોલ ખેલાડી વિરગિલ વેન ડિઝ્કે UEFA પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો, જયારે ઇંગ્લેન્ડની લુસી બ્રોન્ઝે વિમેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો.

ગુજરાતના આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્ટાર હરમીત દેસાઈને અર્જુન પુરસ્કાર અપાયો.