Help & Support   |   Register Now   |   Login Now     

દીપા મલિક ખેલરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા પેરા એથ્લીટ બન્યાં.

30 ઓગસ્ટ: ઇન્ટરનેશનલ ડે ઓફ ધ વિક્ટીમ્સ ઓફ એન્ફોર્સ્ડ ડિસઅપિયરન્સીઝ. UNએ 2011થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં ઈ-બસ માટેના દેશના પ્રથમ ઓટોમેટેડ બેટરી ચાર્જિંગ એન્ડ સ્વેપિંગ સ્ટેશનનું ઉદઘાટન કરાયું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં ઇકો-ફ્રેન્ડલી ઈ બસની પ્રથમ ફ્લિટની શરૂઆત કરી.

ભારતીય ડોકયુમેન્ટરી ફિલ્મ ‘આઈ એમ જીજા’એ વી કેર ફિલ્મ ફેસ્ટીવલ ઓન ડિસેબિલીટી ઇસ્યુઝમાં ‘અંડર 30 મિનિટ્સ’ કેટેગરીનો પુરસ્કાર જીત્યો.

ONGCના CMD શશિ શંકર ઇન્સ્ટીટયુટ ઓફ ડિરેક્ટર્સ (IOD)-2019ની પ્રતિષ્ઠિત ફેલોશિપથી સન્માનિત.

ભારત-ઇઝરાયેલ જોઈન્ટ વેન્ચરની એસ્ટ્રા રાફેલ કોમ્યુનિકેશન સિસ્ટમ હૈદરાબાદમાં શરૂ જે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસ માટે સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન સિસ્ટમના ડીઝાઇન, વિકાસ અને નિર્માણ કરશે.

પવન કપૂર UAEમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત. તેઓ નવદીપ સિંહ સૂરીનું સ્થાન લેશે.

ભારતીય વાયુ સેનાનાં વિંગ કમાન્ડર એસ. ધામી ફ્લાઈંગ યુનિટનાં ફ્લાઈટ કમાન્ડર બનનાર દેશનાં પ્રથમ મહિલા અધિકારી બન્યાં.

નીતિ આયોગના કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ (CWMI)માં ગુજરાત પ્રથમ સ્થાને. ગુજરાતે સતત ત્રીજા વર્ષે પોતાનું પ્રથમ સ્થાન યથાવત રાખ્યું.