Help & Support   |   Register Now   |   Login Now     

ઇન્ફોસિસે રોમાનિયાના બુખારેસ્ટમાં અત્યાધુનિક સાઈબર ડિફેન્સ સેન્ટરની શરૂઆત કરી.

પાકિસ્તાને સ્થાનિક હિંદુ સમુદાયની માંગ સ્વીકારીને વિભાજન પછી પ્રથમ વખત પૂજા માટે સિયાલકોટમાં 1,000 વર્ષો જૂનું ઐતિહાસિક હિંદુ મંદિર ખોલ્યું.

સંસ્કૃતિ મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે નેપાળી અને સંથાલી ભાષાઓને લિટરેચરના સબ-ફિલ્ડમાં સિનિયર કે જુનિયર ફેલોશિપ માટે સામેલ કરી.

ICCએ સત્તાવાર રીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) શરૂ કરી, જે ઓગસ્ટ-2019થી અમલમાં આવશે.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લા પ્રશાસને જાતિ-પ્રમાણ (સેક્સ રેશિયો) સુધારવા અને કેન્દ્રની ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘જીને દો’ નામની હેલ્પલાઈન શરૂ કરી.

ન્યાયાધીશ એ. કે. સીકરી ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્પોર્ટ્સ ગેમિંગ (IFSG)ના ઓનલાઈન ફેંટસી સ્પોર્ટ્સ ગેમિંગ સેક્ટર માટે લોકપાલ અને એથિક્સ ઓફિસર નિયુક્ત.