Help & Support   |   Register Now   |   Login Now     

ઇન્ડિયન હાર્ટ સ્ટડીઝ અનુસાર ભારતીયોના હૃદયના ધબકારા સરેરાશ 80/મિનિટ હોય છે, જે સામાન્ય દર 72/મિનિટ કરતાં વધુ છે.

દેહરાદૂન (ઉત્તરાખંડ)માં પ્લાસ્ટિક વેસ્ટમાંથી ડીઝલ બનાવવાનો પ્લાન્ટ શરૂ. આ પ્લાન્ટ એક પ્લાસ્ટિકમાંથી 800 લીટર ડીઝલ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

બ્રેક્ઝિટ પહેલાં બ્રિટનની સંસદને વિખેરી નાખવા રાણી એલિઝાબેથની PM બોરિસ જોન્સનને મંજૂરી.

છત્તીસગઢની કોંગ્રેસ સરકારે સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતને વધારીને 82% કરવાનો નિર્ણય કર્યો. આ દેશની સૌથી વધુ અનામત આપતું રાજ્ય હશે.

પેરૂના હુઆંચાકો શહેરમાં 1,400 વર્ષ જૂની ચિમૂ સંસ્કૃતિ દરમ્યાન બલિ ચઢાવેલ 227 બાળકોના અવશેષ મળી આવ્યા. પુરાતત્વ વિભાગ અનુસાર બાળકોની ઉંમર 4થી 14 વર્ષ વચ્ચે હશે.

Crack GPSC એપ દ્વારા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી પાસે, એ પણ ઘરે બેઠાં. મેળવો ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ, મોબાઈલ કે ટેબ્લેટમાં જ.

કેન્દ્રએ વિદેશી સિંગલ બ્રાન્ડ રિટેલ સેલર્સ માટે FDIમાં રાહત આપી. કોલ માઈનિંગ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100% FDIને મંજૂરી. ડિજિટલ મિડીયામાં 26% વિદેશી રોકાણને મંજૂરી.

PM મોદીએ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે દેશવ્યાપી ફીટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી. ઉદ્દેશ્ય લોકોના દૈનિક જીવનમાં શારીરિક ગતિવિધિઓ અને રમત-ગમતને પ્રોત્સાહન આપવાનો.

ભારતે રશિયામાં યોજાયેલ 45મી વર્લ્ડ સ્કિલ્સ કઝાન-2019 ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો.

ઇન્દોર નગર નિગમે એક દિવસમાં 1,500 જળ સંચાલન પ્રણાલી સ્થાપિત કરવાનો રેકોર્ડ બનાવ્યો.