Help & Support   |   Register Now   |   Login Now     

ઈસરોની 2022 પહલાં ગગનયાન લોન્ચ કરવાની યોજના. માણસોને અંતરિક્ષમાં મોકલવાના પ્રસ્તાવિત મિશનમાં ૩ ક્રૂ મેમ્બર હશે જે અંતરિક્ષમાં 5-7 દિવસો સુધી રહેશે.

દુબઈમાં દુબઈ સ્ક્વેર નામનો વિશ્વનો સૌથી વધુ રિટેલ સ્પેસ (80 લાખ ચો.મી.) ધરાવતો મોલ તૈયાર કરાયો.

રુચિ ઘનશ્યામ બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર નિયુક્ત.

પ્રથમ SAARC ACB (Agri Co-operative Business) ફોરમ કાઠમંડુમાં શરૂ. વિષય - Organizing and strengthening Family Farmers.

ગુગલ તેજનું નામ બદલીને ગુગલ પે કરવામાં આવ્યું.

દિવસ દરમિયાન ડ્રોન 400 ફીટની ઊંચાઈ સુધી જ ઉડાડી શકાશે: કેન્દ્ર સરકાર.

29 ઓગસ્ટ: રાષ્ટ્રીય ખેલ દિવસ. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જયંતી. આ વર્ષે તારીખ 25 સપ્ટેમ્બર કરાઈ છે જેથી ભારતીય એથ્લીટ એશિયન ગેમ્સથી પાછા આવી શકે.

અનિલ અંબાણીએ RNAVAL (Reliance Naval and Engineering Ltd.)ના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું.

કરુણાનિધિના પુત્ર સ્ટાલિન ડીએમકેના પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટાયા.

એપ્રિલ-જૂન 2018માં FDIમાં 23%ની વૃદ્ધિ. આ ગાળામાં સિંગાપુર FDIનો સૌથી મોટો સ્રોત હતો.