Help & Support   |   Register Now   |   Login Now     

બોલીવુડ અભિનેતા સીતારામ પાંચાલનું નિધન.

કતારે ભારત સહિત 80 દેશોના નાગરિકો માટે કતરમાં વિઝા ફ્રી એન્ટ્રીની ઘોષણા કરી.

ભારતીય અમેરિકન દિલીપ ચૌહાણ નાસાઉ કાઉન્ટીમાં અલ્પસંખ્યક બાબતોના ડેપ્યુટી કંટ્રોલર નિયુક્ત.

એની દિવ્યા ભારત તથા વિશ્વમાં બોઇંગ 777નાં સૌથી ઓછી વયનાં મહિલા કમાન્ડર બન્યાં.

ચીની ઈન્ટરનેટ કંપની ટેસેંટના અધ્યક્ષ મા હુઆતેંગ, અલીબાબાના સંસ્થાપક જેક માને પછાડીને ચીનના સૌથી અમીર વ્યક્તિ બન્યા.

10 ઓગસ્ટ: વિશ્વ બાયો-ફ્યુઅલ દિવસ. આ દિવસ દર વર્ષે ગ્રીન ફ્યુઅલને પ્રોત્સાહિત કરવા માટે ઉજવાય છે.

10 ઓગસ્ટ: વિશ્વ સિંહ દિવસ.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે જાણીતા લેખક અને પત્રકાર ખુશવંત સિંહ પર લખવામાં આવેલ પુસ્તક ‘ખુશવંત સિંહ : ઇન વિઝડમ એન્ડ ઇન જેસ્ટ’નું વિમોચન કર્યું.

ભારતીય સેનાએ એક નવી મોબાઇલ એપ હમરાજ વિકસાવી જેના માધ્યમથી સેવારત સૈનિક પોતાની પોસ્ટીંગ અને બઢતી જેવી માહિતી મેળવી શકે છે.

ડેલના વાર્ષિક મહિલા ઉધમી (WE) શહેરોના સૂચકાંકમાં વિશ્વનાં ટોચનાં 50 શહેરોમાં બેંગલુરુ 40મા સ્થાને રહ્યું. ન્યૂયોર્ક આ યાદીમાં ટોચ પર.