Help & Support   |   Register Now   |   Login Now     

વિશ્વ હડકવા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પુરૂષોતમ રૂપાલાએ NAPRE કાર્યક્રમ લોન્ચ કર્યો. NAPRE - National Action plan for dog mediated Rabbis Elimination. હડકવા 100% જીવલેણ છે પરંતુ રસીકરણથી તે 100% મટાડી પણ શકાય છે. વિશ્વમાં હડકવાથી થતા મૃત્યુમાં 33% હિસ્સો ભારતનો છે.

ખાદ્યતેલ ઉદ્યોગમાં આપવામાં આવેલા યોગદાન બદલ દિનેશ શાહરાને ગ્લોબલ ઇન્ડીયા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો. મધ્યપ્રદેશને ભારત સોયાબાઉલ (Soya Bowl of India) માં પરિવર્તિત કરવામાં તેમનો ફાળો મહત્વનો છે. શહેરાએ ન્યુટ્રેલા, મહાકોષ સનરિચ અને રૂચી ગોલ્ડ જેવી ઘરેલુ બ્રાન્ડિસ રજૂ કરી છે. પીળી ક્રાંતિ - તેલિબિયાં ક્ષેત્રે ક્રાંતિ.

S & G સમુહ દ્વારા 11 અફઘાન મહિલાઓને માનવાધિકાર પુરસ્કાર અપાશે. S & G સમુહ - સોશિયલ એન્ડ ડેમોક્રેટિક ગૃપે યૂરોપીયન સાંસદમાં 2021ના સખારોવ પુરસ્કાર માટે મહિલાઓની પસંદગી કરાઇ છે. પસંદગી પામેલ મહિલાઓ કાર્યકર્તા, પત્રકાર તથા શિક્ષણક્ષેત્રે મહિલાઓના અધિકારો માટે અફઘાનમાં લડત આપનારી છે. વિચારોની સ્વતંત્રતા માટે સખારોવ પુરસ્કાર યૂરોપીયન સંઘ દ્વારા અપાતો માનવાધિકાર કાર્યક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે. 1988માં નેલ્સન મંડેલા અને એનાટોલી માર્ચેન્કોને પ્રથમ વખત સખારોવ પુરસ્કાર અપાયો હતો.

AIIMS ભુવનેશ્વરને ICMR દ્વારા અનુદાન મળ્યું. આ અનુદાન (રૂ. 47 લાખ) બ્રેઇન બાયો-બેંક સ્થાપિત કરવા માટે અપાશે. બ્રેઇન બેંક - ભારતના પુર્વીય વિસ્તારની પ્રથમ આ પ્રકારની બેંક હશે. આ બેંકના મૃત વ્યક્તિઓના માસ્તિષ્કના નમૂનાઓ સંગ્રહ કરી તે ક્ષેત્રના સંશોધનો કરાશે. આ અનુદાનની યોજનાનો સમયગાળો 3 વર્ષનો રહેશે. ICMR - Indian Council of Medical Research. ભુવનેશ્વર - ઓડિશાનું પાટનગર છે તથા ખોધા જિલ્લાનું મુખ્ય મથક છે. ઓડિશા - CM - નવિન પટનાયક રાજ્યપાલ - ગણેશલાલ.

રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAIA) દ્વારા દશ સંસ્થાઓને અનુદાન અપાશે. આ અનુદાનતી 17 રાજ્યોમાં 3 લાખથી વધુ મહિલાઓ અને છોકરીઓને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવાશે. વુમન કનેક્ટ ચેલેન્જ વર્ષ 2020, ઓગસ્ટમાં શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત પસંદ થનાર સંસ્થાઓને 75 લાખથી 1 કરોડનું અનુદાન અપાય છે.

CAGના રિપોર્ટ અનુસાર ગુજરાતનું દેવું GDPના લગભગ 19% છે જે અંદાજિત રૂ.3,15,455 કરોડ થાય છે. CAGના આ રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે 14મા નાણાપંચની ભલામણ અનુસાર 25.76%ની મર્યાદામાં રાજ્યનું દેવું માત્ર 18.96% રહ્યું છે. CAG - Comptroller & Auditor Genral of India. ભારતના બંધારણમાં ભાગ-5માં અનુ.148માં CAGની જોગવાઇ છે. અનુચ્છેદ 151 મુજબ રાજ્યપાલ રાજ્યની વિધાનસભામાં રાજ્યકક્ષાનો CAG રિપોર્ટ રજૂ કરાવશે.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ (2014માં ડેબ્યુ) ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો તેઓએ ટેસ્ટ ક્રિકેટમાં 2914 રનની સાથે 195 વિકેટ લીધી છે.

સૂમો રેસલિંગમાં સૌથી વધુ 1187 જીત મેળવનાર મોંગોલિયા (ટોક્યો) ના સૂમો રેસલ હાકુહો શો એ 36 વર્ષની વયે રેસલિંગમાંથી સંન્યાસ લીધો.

કેરળ હાઇકોર્ટે ઓનલાઇન રમી ગેમ પર મૂકાયેલ રાજ્ય સરકારના પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવ્યો જસ્ટિસ ટી.આર. રવિની બેન્ચના ચુકાદા મુજબ બંધારણની કલમ 19(1) (G) વેપાર અને વાણિજ્યનો અધિકાર આ પ્રતિબંધને ગેરબંધારણીય બનાવે છે. જ્યારે કેરળ સરકારે કેરળ ગેમિંગ અધિનિયમ, 1960 હેઠળ આ પ્રતિબંધ મૂક્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન યોજના લોન્ચ કરી જે હેઠળ નાગરિકને 14 ડિજિટ ધરાવતું યુનિક હેલ્થ ID કાર્ડ અપાશે.