Help & Support   |   Register Now   |   Login Now     

હરિયાણા સરકારે બાજરાને 'ભાવાંતર ભરપાઇ યોજના'માં સામેલ કરી MSP હેઠળ લિસ્ટેડ કર્યો.

ચીને 13મા ઇન્ટરનેશનલ એર શોની ઉજવણીના ભાગરૂપે સીએચ-6 નામક ડબલ એન્જિન ધરાવતા 4500 kmની મારક ક્ષમતાવાળા, પ્રતિ કલાક 700 kmની ઝડપના ડ્રોનની ઝલક બતાવી.

સોનમર્ગ - કાશ્મીરથી લદ્દાખ વચ્ચે બનતી દૂનિયાની સૌથી ઊંચી (11,578 ફૂટ) અને લાંબી (19.5 km) ઝોઝિલા ટનલનું પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નિરીક્ષણ કર્યું. ટનલ 2023 સુધીમાં પૂર્ણ થશે.

13 વર્ષથી નાના બાળકો માટે ઈન્સ્ટ્રાગ્રામ કિડ્સ શરૂ કરવાની જાહેરાત કરનાર ફેસબુકે હાલ મૃલત્વી રાખ્યું.

RBIએ વોર્ડની રચનાના નિયમોના ઉલ્લંઘન બદલ RBL બેંકને 2 કરોડનો દંડ ફટકાર્યો.

હરિયાણાના કર્નાલ ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દશક્રોઇ તાલુકાની ગેરતપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલે ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ મેળવ્યો.

સ્વિટ્ઝરલેન્ડે સમલૈગિંક લગ્નને કાયદેસર માન્યતા પ્રદાન કરી. સ્વિટ્ઝરલેન્ડે આ કાયદાની અમલવારી માટે લોકમતનો ઉપયોગ કર્યો હતો. આ કાયદા થકી સમલૈગિંક યુગલો બાળકોને દત્તક લઇ શકશે તથા શુક્રાણુ બેંકમાં (Sperm bank) નોંધણી પણ કરાવી શકશે. સમલૈગિંક લગ્ન કરનારને પણ આ કાયદા હેઠળ વિષમલૈંગિંક લગ્ન કરનાર જેવા જ સંસ્થાકીય અને કાનૂની અધિકારો અપાશે. મતદાનમાં 64% લોકોએ આ કાયદાના પક્ષમાં મત આપ્યો. ઇટાલી પશ્ચિમ યુરોપનો એકમાત્ર દેશ છે જે સમલિંગી યુગલોના લગ્નને મંજૂરી આપતો નથી.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મધ્યપ્રદેશના સવની જિલ્લામાં પ્રથમ સાઉન્ડપ્રુફનું ઉદ્ઘાટન કર્યું જેની લંબાઇ 24 km છે. આ હાઇવેની બંને બાજુએ સ્ટીલની બનેલી દિવાલો આવેલી છે. જે વાહનોના અવાજને રસ્તાની બહાર જતા અટકાવશે. આ હાઇવે પૈંચ ટાઇગર રિઝર્વ માંથી પસાર થતો હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે સાઉન્ડ પ્રૂફ બનાવાયો છે. સાથે સાથે વાહનોના લાઇટની અસર પ્રાણીઓને ન થાય તે માટે હેડલાઇટ રિડ્યુસર પણ લગાવાયા છે.

અમેરિકાએ અવાજ કરતાં પાંચ ગણી વધુ ઝડપ ધરાવતી Mach-5નું સફળ પરિક્ષણ કર્યું. DARPA (Détente Advanced Reserch Projects Agency)એ હાઇપર સોનિક એર-બ્રીચિંગ વેપન કન્સેપ્ટ (HAW)ની મદદથી પરીક્ષણ કર્યું. આ મિસાઇલ એરોસ્પેસ અને ડિફેન્સ જાયન્ટ્સ રેથિયોન ટેકનોલોજીસ દ્વારા વિકસાવવામાં આવી છે.

નાગાલેન્ડની નાગા કાકડીને GI ટેગ મળ્યો. નાગા કાકડી તેની લીલાશ તથા મીઠાશ માટે જાણીતી છે. આ કાકડીમાં કેલરીનું પ્રમાણ ઓછું અને પોટોશિયમ (K)નું પ્રમાણ વધુ જોવા મળે છે. નાગાલેન્ડના ખેડૂતો ઝૂમ ખેતી પદ્ધતિ દ્વારા ખરીફ ઋતુ (એપ્રીલ-મે)માં કાકડીનું ઉત્પાદન કરે છે. નાગાલેન્ડની અન્ય કિંગ ચીલી અને નાગા ટ્રી ટોમેટો ને પણ અગાઉ GI ટેગ મળ્યો છે.