Help & Support   |   Register Now   |   Login Now     

વડાપ્રધાન મોદીએ જયપુર (રાજસ્થાન) ખાતે (IPET Central Institute of Petrochemicals Engineering and technology)નું ઉદ્ઘાટન કરાયું. હાલ ભારત પોતાની પેટ્રોકેમિકલ ક્ષમતા વધારવા માટેના પ્રયત્નો કરે છે. વર્ષ 2025 સુધીમાં તેલ શુદ્ધિકરણ ક્ષમતા 400 mtpa (million Tonner pay annum) કરવાનો લક્ષ્યાંક ભારત દેશ ધરાવે છે. વડાપ્રધાને આ સાથે રાજસ્થાનના બાસવાડા, સિરોહી, હનુમાનજઢ અને દૌસા ખાતે મેડિકલ કોલેજોનો શિલાન્યાસ પણ કર્યો.

30 સપ્ટેમ્બર: International Translation Day (આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ). 2021ની થીમ - યુનાઇટેડ ઇન ટ્રાન્સલેશન. સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા 2017ના રોજ ઠરાવ પસાર કરી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી. બાઇબલના અનુવાદક સેન્ટ જેરોમને 'અનુવાદના આશ્રફદાતા' (Translator) તરીકે ઓળખવામાં આવે છે. તેમનું મૃત્યુ 30 સપ્ટેમ્બરને અનુવાદ દિવસ ઉજવવાનું નક્કી કરાયું.

ચીન 2028માં ચંદ્રયાન લોન્ચ કરશે. ચીન આ કાર્યક્રમ હેઠળ હેવી ડ્યુટી રોકેટ લોન્ચ કરશે જે ચંદ્ર પર ક્રૂ સ્પસક્રાફ્ટ મોકલવામાં ઉપયોગી થશે. ચીનની એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક.ના ડે. ડિઝાઇનર લિંગુ બિંગના જણાવ્યાનુસાર હેવી-લિફ્ટ લોન્ચ વ્હિકલ 15થી 20 ટનનું સ્પેસક્રાફ્ટ ચંદ્રપર જવા સક્ષમ હશે. અવકાશી ટેકનોલોજી માટે ચીનની સરખામણીમાં અમેરિકા વધુ પાવરધું હોવાથી 2024 સુધીમાં અમેરિકા ચંદ્ર સુધી અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

AU-SFB અને NABARD વચ્ચે કરારો થયા. AU-SFB અને AU Small Finance Bank. NABARD = National Bank for Agriculture and Raral Development. બંને વચ્ચેના કરારો રાજસ્થાનમાં ખેડૂતો, ખેડૂત ઉત્પાદક મંડળીઓ, સ્વસહાય જૂથો, ગ્રામીણ કારીગરો, કૃષિ પ્રારંભિક ઉદ્યોગો માટે લોકોને લાભ પ્રદાન કરવા થયા છે

કેન્દ્ર સરકારે તાજેતરમાં ચાલુ વિદેશ વેપાર નીતિ 2015-20ને માર્ચ 2022 સુધી વધારવાનો નિર્ણય કર્યો.

વાર્ષિક 5.88% ના દર સાથે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે NPCI (નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) અને ફેડરલ બેંકે કરાર કર્યો.

બ્રિટનની રોયલ ટંકશાળે પ્રથમ વખત લક્ષ્મીદેવી સ્વરૂપમાં ગોલ્ડબાર લોન્ચ કર્યો. રાયલ મિન્ટના ડિઝાઇન ઇમાનોબેલે લક્ષ્મીદેવીની મૂર્તિની ડિઝાઇન તૈયાર કરી છે.

29 સપ્ટેમ્બર :- World Heart Day. 1999માં વિશ્વ (રૂદય સંસ્થા દ્વારા આ ઉજવણી કરવા માટે સપ્ટેમ્બર મહિનનો છેલ્લો રવિવાર નક્કી કરાયો હતો. સપ્ટેમ્બર, 2000માં સ્થાપિત વિશ્વ રૂદય ફેડરેશન દ્વારા આ દિવસની ઉજવણી વર્ષ 2012થી 29 સપ્ટેમ્બરે કરવાનો નિર્ણય કરાયો. રૂદય અંગે સબંધિત લોકોને માહિતગાર કરવા આ દિવસ ઉજવાય છે. અહેવાલ મુજબ વર્ષે 18.6 મિલિયન લોકો રૂદય રોગથી મૃત્યુ પામે છે. વર્ષ 2021ની થીમ : 'યુઝ હાર્ટ ટૂ કનેક્ટ'

જુડીમા રાઇસ વાઇનને GI ટેગ મળ્યું. જુડીમાં રાઇસ વાઇન આસામનું એક પીણું છે જેણે GI ટેગ મળ્યો. આ વાઇન આસામના દિમાસા આદિજાતિ દ્વારા બનાવવામાં આવે છે. આ વાઇન લાંબો સમય સુધી સાચવી શકાય છે. તથા તેને બનાવવા માટે એક અઠવાડિયા જેવો સમય લાગે છે. 2018માં YADEM - Youth Association for Development and Empowerment દ્વારા GI Tag માટે માન્યતા આપવાની અરજી દાખલ કરી હતી.

કૃલપ્રીત યાદવની નવી બુક :- 'ધ બેટલ ઓફ રેજાંગ લો'. કુલપ્રીત યાદવ પૂર્વ નૌસેના અધિકારી તથા લેખક છે. આ પુસ્તક 120 ભારતીય સૈનિકો આધારિત છે જે 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન ચીનના 5000ના સૈન્ય સામે લડી લદાખ વિસ્તારને ચીનના કબજે થતાં બચાવ્યુ હતું. આ લડતમાં 13 કુમાઉ બટાલિયનની 'ચાર્લી કંપની'એ ચીન સામે લડત આપી હતી. યાદવે રોમાંસ, જાસુસી, સાચા અપરાધ સબંધિત અનેક પુસ્તકો લખ્યાં છે. તેમને ગુડગાંવ સાહિત્ય મહોત્સવ (2018) માં 'મર્ડર ઇન પહરગંજ' માટે શ્રેષ્ઠ સાહિત્ય લેખકનો એવોર્ડ મળ્યો હતો.