Help & Support   |   Register Now   |   Login Now     

વર્લ્ડ બેંકના હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ-2020માં ભારત 116મા ક્રમે.

ઇન્સ્ટીટ્યુટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટના વિશ્વના 109 શહેરોને સમાવતા સ્માર્ટ સિટી ઇન્ડેક્સ-2020માં સિંગાપોર પ્રથમ ક્રમે. 85મા ક્રમ સહિત હૈદરાબાદ ટોપ ઇન્ડિયન સિટી.

મેક્સિકો UNના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) સાથે લિન્ક્ડ સોવેનિયર બોન્ડ લોન્ચ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. SDG બોન્ડ સપ્ટેમ્બર, 2027માં પરિપક્વ થનાર છે.

કોરોના સંકટમાં ભારતમાં લાખો લોકોને ભોજન આપવા માટે અમેરિકા સ્થિત એશિયા સોસાયટી દ્વારા શેફ વિકાસ ખન્ના એશિયા ગેમ ચેન્જર એવોર્ડ-2020થી સન્માનિત.

ગુગલ સંપૂર્ણ કાર્બન લિગેસીને સમાપ્ત કરનાર પ્રથમ કંપની બની.

હરિવંશ નારાયણ સિંહ ફરીથી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન (ઉપ સભાપતિ) નિયુક્ત.

સમીર કુમાર ખરે એશિયન ડેવલપમેન્ટ બેંકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર નિયુક્ત.

રાજેશ ખુલ્લર વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર નિયુક્ત.

યોશીહીદે સુગા જાપાનના નવા PM ચૂંટાયા.

ભારત UNની ECOSOC બોડીનું સભ્ય બન્યું.