Help & Support   |   Register Now   |   Login Now     

CBDTના ચેરમેન પ્રમોદ ચંદ્રનો કાર્યકાળ છ મહિના માટે વધારાયો.

હેમંત ખત્રી હિંદુસ્તાન શિપયાર્ડ લિ.ના CMD નિયુક્ત.

ટોગો સ્લીપિંગ સિકનેસની નાબૂદી કરનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો.

કર્ણાટકના કોપ્પલમાં ભારતનું પ્રથમ ટોય મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપિત થશે.

અમુલ રોબોબેંકની ‘ગ્લોબલ ટોપ 20 ડેરીઝ’માં આવનાર પ્રથમ ભારતીય ડેરી બ્રાન્ડ.

હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ‘નેશનલ એનર્જી ચેમ્પિયન’ અને ‘એકસેલન્ટ એનર્જી એફિશન્ટ યુનિટ’નો પુરસ્કાર જીત્યો.

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર જેફ બેઝોસ અને બિલ ગેટ્સ બાદ સ્પેસએક્સના એલન મસ્ક દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે.

ભારતીય વાયુસેનાનું ખેલ નિયંત્રણ બોર્ડ (એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ) એમ્પ્લોયમેન્ટ ઓફ સ્પોર્ટ્સપર્સન્સ એન્ડ સ્પોર્ટ્સ વેલ્ફેર મેઝર્સ કેટેગરીમાં ‘રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2020’થી સન્માનિત.

CSIRના સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (CMERI) પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રી લગાવ્યું, જેની પર કુલ 35 સોલાર પ્લેટ્સ લગાવવમાં આવેલ છે.

ગુજરાતમાં 31 ઓક્ટોબર, 2020થી રાજ્યની પ્રથમ સીપ્લેન સર્વિસ શરૂ થશે, જે સાબરમતી રીવરફ્રન્ટથી શરૂ થઈને કેવડીયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો રૂટ ધરાવે છે.