Help & Support   |   Register Now   |   Login Now     

વિનોદ કુમાર યાદવ રેલવે બોર્ડના પ્રથમ CEO નિયુક્ત. વિનોદ કુમાર વર્તમાનમાં રેલવે બોર્ડના અધ્યક્ષ છે.

ગુજરાત સરકાર COVID 19 મહામારીને કારણે વિધાયકો અને મંત્રીઓના પગારમાં એક વર્ષ માટે 30% ઘટાડો કરશે.

રાજ કુમાર શ્રીવાસ્તવ રિપબ્લિક ઓફ ક્રોએશિયાના આગામી ભારતીય રાજદૂત નિયુક્ત.

અભિનેતા આયુષ્યમાન ખુરાના બજાજ એલિઆન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિ.નો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

ડ્વેન બ્રાવો સ્પોર્ટ્સબુક બ્રાન્ડ SBOTOPના ક્રિકેટ એમ્બેસેડર નિયુક્ત.

સુમિત નાગલ સાત વર્ષોમાં ગ્રાન્ડસ્લેમમાં એક રાઉન્ડ જીતનાર પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડી બન્યો.

કીયારા અડવાણી ઓનલાઈન ફેશન માર્કેટ મિન્ત્રાની બ્રાન્ડ એમ્બેસેડર બની.

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 48મા ક્રમ સાથે પ્રથમ વખત ટોપ 50 દેશોમાં સામેલ. સ્વિત્ઝરલેન્ડ પ્રથમ ક્રમે.

જાપાનની સોફ્ટબેંકે ભારતના એડટેક પ્લેટફોર્મ અનએકેડમીમાં 150 મિલિયન ડોલર્સનું રોકાણ કરતાં અનએકેડમી યુનિકોર્ન ક્લબમાં સામેલ.

ચીન બીજા ચીન-જાપાન યુદ્ધ (ઈ.સ. 1938) દરમ્યાન ચીનની ચિકિત્સા ક્ષેત્રે મદદ માટે ગયેલ ભારતીય ડૉ. દ્વારકાનાથ કોટનિસની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે.