Help & Support   |   Register Now   |   Login Now     

ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

આયુષ્માન ભારત કરતાં પોતાની યોજના વધુ સારી હોવાનું જણાવી 5 રાજ્યોએ તેનો અમલ ન કર્યો. દિલ્હી, ઓડીસા, તેલંગાણા, પંજાબ અને કેરલ.

આયુષ્માન ભારત: વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના. 10,000 રૂ./માસથી ઓછી આવકવાળા 10 કરોડ પરિવારોને લાભ, 5 લાખ રૂ.નું વાર્ષિક વીમા કવચ. 13000 હોસ્પિટલ જોડાઈ.

સિક્કિમ રાજ્યના પ્રથમ એરપોર્ટ પાક્યોંગ ગ્રીનફિલ્ડનું PM મોદી દ્વારા ઉદઘાટન. આ દેશનું 100મુ ફંક્શનલ એરપોર્ટ છે.

કેનેડાના મોન્ટ્રિયલમાં દુનિયાની પ્રથમ મહિલા વિદેશ મંત્રીઓની કોન્ફરન્સ યોજાઈ. જેમાં 17 વિદેશ મંત્રીઓએ ભાગ લીધો.

ભારતમાં ફેક ન્યૂઝની ફરિયાદો માટે વોટ્સએપ દ્વારા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે કોમલ લાહિરીની નિમણૂક.

BSNLએ ભારતમાં 5G અને IOT (Internet of Things) શરૂ કરવા જાપાનની સોફ્ટબેંક અને NTT કમ્યુનિકેશન્સ સાથે સમજૂતી કરી.

વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ કેરળના પુન:નિર્માણ માટે 25,050 કરોડ રૂપિયાની જરૂર.

દીપક પુનિયાએ સ્લોવાકિયામાં જુનિયર વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં રજત જીત્યો.

23 સપ્ટેમ્બર: ઇન્ટરનેશનલ ડે ઓફ સાઈન લેંગ્વેજ. વિષય: વિથ સાઈન લેંગવેજ, એવરીવન ઈઝ ઇન્કલુડેડ.