Help & Support   |   Register Now   |   Login Now     

11 મે: વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ. આ વર્ષનો વિષય - પ્રોટેક્ટ બર્ડ્સ, બી સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન.

અમેરિકાએ ચીનમાંથી આયાત થતી વસ્તુઓ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 10%થી વધારીને 25% કરી.

ITCના સૌથી લાંબા સમય સુધી સેવારત રહી ચૂકેલ પ્રમુખ વાય. સી. દેવેશ્વરનું નિધન.

અભિનેત્રી દિયા મિર્ઝા તથા અલીબાબાના જેક મા સહિત 17 વૈશ્વિક મહાનુભાવો UNના SDG (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) માટેના એડવોકેટ્સ નિયુક્ત.

કોચ્ચિમાં વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશન (WCO)ના એશિયા પેસિફિક રિજનના રિજનલ હેડ્સ ઓફ કસ્ટમ્સ એડમિનિસ્ટ્રેશન (RHCA)નું 20મું સંમેલન યોજાયું.

આઠમા ક્રમ સાથે હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાના ટોપ ટેન એરપોર્ટ્સમાં સામેલ. કતરનું હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોચના સ્થાને.

જાપાને દુનિયાની સૌથી ઝડપી શિંકાનસેન બુલેટ ટ્રેનનું પરિક્ષણ શરૂ કર્યું. 400 કિ.મી./કલાકની ગતિ ધરાવતી આ અલ્ફા-એક્સ ટ્રેન 2030માં શરૂ થશે.

11 મે: નેશનલ ટેકનોલોજી ડે. ઈ.સ. 1998માં યોજાયેલ પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ, શક્તિની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસ ઉજવાય છે.

IIT, બોમ્બેના એન્જિનિયર્સે પ્રથમ સ્વદેશી માઈક્રોપ્રોસેસર AJIT વિકસાવ્યું.

ભારતની ઈશા સિંહ અને અકુલ કુમારે હનોવર, જર્મનીમાં આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી (ઇન્ટરનેશનલ શૂટિંગ) કોમ્પિટિશનમાં જુનિયર મિક્સ્ડ એર પિસ્ટલ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો.