Help & Support   |   Register Now   |   Login Now     

મલયાલમ દૈનિક ‘માતૃભૂમિ’ના અધ્યક્ષ અને MD એમ પી વીરેન્દ્રકુમારની સાતમા કે ચંદ્રશેખરન સ્મારક પુરસ્કાર માટે પસંદગી.

કોકા-કોલાએ ટી કે કે કૃષ્ણકુમારને ભારત અને દક્ષિણ પશ્ચિમ એશિયાના કારોબારના અધ્યક્ષ નિયુક્ત કર્યા.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકોબ જુમા દ્વારા ભારતીય મૂળની બે મહિલાઓ ફાતિમા મીર (મરણોપરાંત) અને શાંતિ નાયડુ નેશનલ એવોર્ડથી નવાજિત.

સિરીયાની યુસૂરા મર્દિની યુનાઇટેડ નેશનલ્સ હાઈ કમિશનર ફોર રેફયુજીસ (UNHCR) દ્વારા પોતાની સદભાવના દૂત નિયુક્ત.

ભારત અને સાઈપ્રસે ઉડ્ડયન અને વાણિજ્યિક જહાજ પરિવહન ક્ષેત્રે સહયોગ સહિત ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

13 નવેમ્બરના રોજ થનાર 18મી વર્લ્ડ રોડ મીટીંગ (WRM-2017)ની મેજબાની ભારત કરશે.

જાપાની કંપની હિતાચીએ પોતાના ભારતીય પરિચાલન માટે ભરત કૌશલને MD નિયુક્ત કર્યા.

રાહુલ બજાજ ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા પ્રેસિડેન્ટ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત.

લંડન મેટલ એક્સચેન્જના ભારતીય મૂળના પ્રથમ અધ્યક્ષ, પ્રમુખ ઉદ્યોગપતિ રાજ કુમાર બાગડીનંં નિધન.

પ્રસિદ્ધ બંગાળી કવિ અને સાહિત્યિક આલોચક શંખ ઘોષ 52મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત.