Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકામાં ભારતનાં ભૂતપૂર્વ રાજદૂત નિરુપમા રાવ વોશિંગ્ટન સ્થિત એક થિંક ટેંક ‘વિલ્સન સેન્ટર’માં પબ્લિક પોલિસી ફેલો નિયુક્ત.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જળવાયુ પરિવર્તનની પેરિસ સમજૂતીમાંથી અમેરિકાને અલગ કર્યુ. આના પર ભારત, ચીન, રશિયા, પેરિસ, યુરોપિયન યુનિયન અમલ કરતા રહેશે.

ભારતીય બેડમિન્ટન સંઘના અધ્યક્ષ ડૉ. હેમંત બિસ્વ શર્માને એશિયન પેરા-બેડમિન્ટન સમિતિના ચેરમેન નોમિનેટ કરવામાં આવ્યા.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત BCCIના ચાર પ્રશાસકોમાંથી એક ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ રાજીનામું આપ્યું.

સંજીવ સિંહને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા.

બાર્સેલોનાના સ્ટ્રાઈકર લિયોનેલ મેસીએ રેકોર્ડ ચોથી વખત ‘યુરોપિયન ગોલ્ડન શૂ’ જીત્યો.

ભારત અને સ્પેને સાત સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા જેમાં સાયબર સુરક્ષા અને સિવિલ એવિએશન ક્ષેત્રે ટેકનિકલ સહયોગના કરાર સામેલ.

નરેન્દ્ર મોદી લગભગ 30 વર્ષો બાદ સ્પેનની યાત્રા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા.

એ વી ગિરિજા કુમાર ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિ.ના અધ્યક્ષ તથા MD નિયુક્ત.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે જાપાનની ફુજી તાકેશી અને અમેરિકાની ગેબરીલા નિક ઈલિવાને જ્યોર્જ ગિયરસન પુરસ્કારથી સન્માનિત કર્યા.