Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય મૂળની છાત્રા અનન્યા વિનયે સંયુક્ત રાજ્ય અમેરિકામાં 90મો સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી કોન્ટેસ્ટ જીતી.

અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સના વિલયની ઘોષણા કરી અને ત્યાર બાદ એરસેલને એરકોમ કહેવામાં આવશે. આરકોમ નવી કંપનીમાં 50% ભાગીદારી રાખશે.

38 વર્ષની ઉમરે આયર્લેન્ડના ભારતીય મૂળના મંત્રી લિયો વરદકરને દેશના સૌથી નાની વયના અને પ્રથમ સમલૈંગિક વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા.

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ-2017માં ભારત 137મા સ્થાને. આઈસલેન્ડ સર્વાધિક શાંતિપૂર્ણ, જયારે સીરિયા સૌથી અશાંત દેશ.

IIT, ખડગપુરે ‘અંબુસેન્સ’ નામની એક વાયરલેસ ટેકનિક વિકસિત કરી જેનાથી એમ્બ્યુલન્સમાં દર્દીઓની સ્થિતિની દેખરેખ રાખી શકાશે.

5 જૂન : વિશ્વ પર્યાવરણ દિવસ. આ વર્ષનો વિષય હતો ‘કનેક્ટિંગ પીપલ ટુ નેચર’.

શશિ શેખર વૈમ્પતી પ્રસાર ભારતીના CEO તરીકે નિયુક્ત.

મનિકા બત્રા અને મોઉમા દાસ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય જોડી બની.

ઉત્તરપ્રદેશની સરિતા સિંહે 21મી ફેડરેશન કપ સિનીયર રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં મહિલાઓની હેમર થ્રો સ્પર્ધામાં 65.25 મીટરના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો.

વિવો વર્ષ 2018 અને 2022માં યોજાનાર ફીફા વર્લ્ડ કપની સત્તાવાર પ્રાયોજક બની.