Help & Support   |   Register Now   |   Login Now     

ફ્લોરા ડુકીએ ટોક્યો ઓલિમ્પિકની વિમેન્સ ટ્રાઈથ્લોન ઇવેન્ટમાં બરમુડાને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. બરમુડા ગોલ્ડ જીતનાર સૌથી નાનો દેશ (વસ્તીની દ્રષ્ટિએ) બન્યો.

શ્રીલંકાના રત્નાપુરમાં 510 KG વજન ધરાવતો 25 લાખ કેરેટનો નીલમનો વિશાળ ટુકડો મળ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 745 કરોડ રૂપિયા થાય છે.

ભારતીય સંસદે લાઈટહાઉસ એક્ટ-1927 રદ કરવા અને બદલવા માટે ‘મરીન એઇડ્સ ટુ નેવિગેશન બિલ-2021’ પસાર કર્યું.

31 જુલાઈના રોજ BSFના ડિરેક્ટર જનરલના પદેથી નિવૃત્ત થનાર રાકેશ અસ્થાનાનો કાર્યકાળ એક વર્ષ વધારીને તેમને દિલ્હી પોલીસ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા. રાકેશ અસ્થાના પૂર્વ CBI પ્રમુખ પણ છે.

વંતિકા અગ્રવાલે નેશનલ વિમેન્સ ઓનલાઈન ચેસનો ખિતાબ જીત્યો.

બસવરાજ બોમાઇ કર્ણાટકના નવા મુખ્યમંત્રી નિયુક્ત.

મેડ્રીડના ‘પાસેઓ ડેલ પ્રાડો બુલેવાર્ડ’ અને ‘રેટિરો પાર્ક’ને UNESCOની વિશ્વ વિરાસત સ્થળોની સૂચિમાં સ્થાન મળ્યું. ચીનનું ‘એમ્પોરિયમ ઓફ ધ વર્લ્ડ ઇન સોંગ યુઆન’ પણ આ સૂચિમાં સામેલ.

એક રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશ પેટ્રોલ પર સૌથી વધુ ટેક્સ લગાવનાર રાજ્ય અને રાજસ્થાન ડીઝલ પર સૌથી વધુ ટેક્સ લગાવનાર રાજ્ય છે.

29 જુલાઈ: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. ભારતમાં 14 વાઘ અભયારણ્ય વૈશ્વિક સંરક્ષણ માનકોની માન્યતા ધરાવે છે.

કંડલા SEZ IGBC ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું પ્રથમ SEZ બન્યું. IGBC ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગની પરિકલ્પના ‘India@75-આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત કરવામાં આવી હતી.