Help & Support   |   Register Now   |   Login Now     

અતુલ કેશપ ભારતમાં આગામી US ચાર્જ ડી’અફેર્સ નિયુક્ત.

ISROએ અસરકારક જળ સંસાધનના વિકાસ અને વ્યવસ્થા માટે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના NHP (નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ)-ભુવન પ્રોજેક્ટને લોન્ચ કર્યો.

70 વર્ષોના પ્રયાસ બાદ ચીનને WHO દ્વારા મેલેરિયામુક્ત ઘોષિત કરવામાં આવ્યું.

નીતિ આયોગના CEO અમિતાભ કાન્તનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો.

ભારતીય મૂળનો અમેરિકન અભિમન્યુ મિશ્રા ચેસના ઈતિહાસમાં સૌથી નાની વયનો (12 વર્ષ 4 માસ) ગ્રાન્ડ માસ્ટર બન્યો.

દક્ષિણ આફ્રિકામાં મહિલાઓને એકથી વધુ પતિ રાખવા માટેની કાયદાકીય દરખાસ્ત સંસદમાં રજૂ કરવામાં આવી. દક્ષિણ આફ્રિકામાં પુરૂષોને એકથી વધુ પત્ની રાખવાનો અધિકાર હોવાથી સમાનતાના અધિકારનું સન્માન કરવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.

ભારત દેશનો ખોટો નકશો દર્શાવવા બદલ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ટ્વીટર વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી.

દિલ્હીની અદિતિ સિંહે માઈક્રોસોફ્ટની એઝ્યુર ક્લાઉડ સિસ્ટમમાંથી બગ શોધી કાઢવા માટે 22 લાખ રૂપિયાનું ઇનામ મેળવ્યું.

અમેરિકાના કેલિફોર્નિયામાં સૈન્યના બોમ્બથી કેર્ન કાઉન્ટીમાં આગ લાગતા 2 હજાર એકર વિસ્તાર બળીને બરબાદ થઇ ગયો.