Help & Support   |   Register Now   |   Login Now     

પ્રિવેન્શન ઓફ ઇનસાઇડર ટેન્ડર હેઠળ SEBIએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.

હરિયાણાના અંબાલા રેન્જના IG ભારતી અરોરાએ શ્રીકૃષ્ણની ભક્તિ માટે VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ) લેવા માટે અરજી કરી.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના 71 સિંહોમાંથી 40 સિંહો અન્ય રાજ્યોને સોંપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી.

ડીપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC Act.)-1961માં સુધારાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી, જે અનુસાર ફડચામાં ગયેલ બેંકના ખાતેદારોને 90 દિવસ સુધીમાં 5 લાખ રૂપિયાની થાપણ પરત મળશે.

અમેરિકાની સૌથી જૂની ઓબ્ઝરવેટરી, 2300 વર્ષ જૂના પુરાતાત્વિક ખંડેર ચંકીલોને UNESCOની વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો.

કર્ણાટક ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે સરકારી નોકરીઓમાં અનામત રાખનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

નજીબ મિકાતી લેબનોનના વડાપ્રધાન બન્યા.

પાકિસ્તાનનો 19 વર્ષીય શેહરોઝ કાશિફ K2 (8611 મીટર) પર ચઢનાર દુનિયાનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો.

મલેશિયાએ હેપેટાઈટીસ સી માટેની દુનિયાની પ્રથમ સસ્તી દવા શોધી.

સરકાર દેશની પ્રથમ ફિઝિયોલોજિકલ પેરામીટર મોનિટરીંગ સિસ્ટમ COVID BEEP શરૂ કરશે.