Help & Support   |   Register Now   |   Login Now     

ISRO કુદરતી સંકટની દેખરેખ માટે એક જિઓ-ઇમેજિંગ ઉપગ્રહ EOS-3 લોન્ચ કરશે.

શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારી માટે 5 બિલિયન US ડોલરનું ભંડોળ એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી કેન્યા અને UKએ લંડનમાં ગ્લોબલ એજ્યુકેશન સમિટનું આયોજન કર્યું.

BIMSTEC શિખર સંમેલન-2021 (ડિસેમ્બરમાં) શ્રીલંકામાં યોજાશે.

ટીમ GB (ગ્રેટ બ્રિટન) પોતાના એથ્લીટોની સિદ્ધિઓને પ્રદર્શિત કરવા નોન-ફંગીબલ ટોકન (NFT) માટે દેશી સ્ટોરફ્રન્ટ બનાવનાર પ્રથમ ઓલિમ્પિક ટીમ બની.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘નદી કો જાનો’ એપ લોન્ચ કરી. આ એપમાં ભારતની નદીઓની માહિતી એકઠી કરવામાં આવશે.

હોકી ઇન્ડિયા પુરૂષ અને મહિલા બંનેમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓના ડેટાબેઝ બનાવવા માટે વેબ આધારિત પ્લેટફોર્મ ‘હીરોઝ કનેક્ટ’ લોન્ચ કર્યું.

સ્પેસએક્સ અને નાસાએ ગુરુ ગ્રહના ઉપગ્રહ ‘યુરોપા’ પર મિશન શરૂ કરવા માટે કરારો કર્યા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભગવાન બુદ્ધના વિચારોને લોકો સુધી પહોંચાડવા ‘ધમ્મચક્ર દિવસ’ની ઉજવણીના ભાગ રૂપે ‘પીપળ’નો છોડ વાવ્યો.

સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડા પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીનું નિધન.

અમેરિકાએ વર્ષ 2021ના અંત સુધીમાં ઈરાક સહિત તમામ યુદ્ધ મિશનો બંધ કરવાનો નિર્ણય કર્યો.