Help & Support   |   Register Now   |   Login Now     

ચીને તેનું પ્રથમ સ્વતંત્ર મંગળ મિશન ‘તિયાનવેન-1’ લોન્ચ કર્યું.

ગુજરાતમાં 700 મેગાવોટના કાકરાપાર એટમ એનર્જી પ્લાન્ટ-3 (KAAP-3)એ ક્રિટિકાલિટી મેળવી, જેથી હવે તે વીજળી પેદા કરવા સક્ષમ બની ગયું.

સ્પેસ એક્સએ દક્ષિણ કોરિયાનો પ્રથમ સૈન્ય સંચાર ઉપગ્રહ ANASIS-II લોન્ચ કર્યો.

રિયર એડમિરલ મોહમ્મદ શાહીન ઇકબાલ બાંગ્લાદેશ નેવીના આગામી ચીફ નિયુક્ત.

સંજીવ બજાજ બજાજ ફાઈનાન્સના નોન-એક્ઝીક્યુટીવ ચેરમેન બનશે.

શામળભાઈ પટેલ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (અમૂલ બ્રાન્ડના માલિક)ના ચેરમેન નિયુક્ત.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને તુર્કમેનિસ્તાનને ઓબ્ઝર્વરનો દરજ્જો આપ્યો. તુર્કમેનિસ્તાન વેપાર મંડળ સાથે ઔપચારિક સંબંધ સ્થાપનાર છેલ્લું પૂર્વ સોવિયેત ગણ રાજ્ય બન્યું.

મહારાષ્ટ્રમાં અભિનેતા સોનુ સૂદે ‘પ્રવાસી રોજગાર’ નામની મોબાઈલ એપ લોન્ચ કરી, જે પ્રવાસીઓને દેશ ભારતના વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો શોધવામાં મદદ કરશે.

CCI (કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા)એ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. દ્વારા કૃષ્ણાપટ્ટનમ પોર્ટના અધિગ્રહણની મંજૂરી આપી.