Help & Support   |   Register Now   |   Login Now     

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસની સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું.

અંજની કુમાર ઇસ્લામિક રિપબ્લિક ઓફ મોરીટાનિયામાં આગામી ભારતીય રાજદૂત નિયુક્ત.

ભારતની પ્રથમ સોલાર ફેરી સર્વિસ ‘આદિત્ય’ (કેરળ)એ ઇલેક્ટ્રિક બોટિંગમાં ઉત્કૃષ્ટતા માટે ગુસ્ટેવ ટ્રૂવ એવોર્ડ જીત્યો.

લિસેસ્ટર સિટીના સ્ટ્રાઈકર જેમી વર્ડી પ્રિમિયર લિગ્સ ગોલ્ડન બુટ એવોર્ડથી સન્માનિત.

ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂર્ણ કરનાર વિશ્વનો સાતમો બોલર બન્યો.

ભારતનાં જળવાયુ કાર્યકર્તા અર્ચના સોરેંગ UN દ્વારા યુથ એડવાઈઝરી ગૃપ ફોર ક્લાઈમેટ ચેન્જમાં સામેલ.

બોમ્બે ફ્લાયિંગ ક્લબ Director General Civil Aviation (DGCA) દ્વારા મંજુર દેશની પ્રથમ ડ્રોન ટ્રેનિંગ સ્કુલ બની.

શાંતારામ બુદના સિદ્દી કર્ણાટક વિધાન પરિષદમાં નિયુક્ત થનાર ભારતના પ્રથમ સિદ્દી વિધાયક બન્યા. સિદ્દી મૂળ રીતે આફ્રિકન જનજાતિ છે.

અબુધાબી નેશનલ એનર્જી કંપની દ્વારા અબુધાબીમાં દુનિયાનો સૌથી મોટો સોલાર એનર્જી પ્લાન્ટ બનશે, જેની ક્ષમતા 2 ગીગાવોટ હશે.

વાઈસ એડમિરલ એમ. એ. હમ્પીહોલીએ ઇન્ડિયન નેશનલ એકેડમી (INA)ના કમાન્ડન્ટ તરીકેનો પદભાર સંભાળ્યો.