Help & Support   |   Register Now   |   Login Now     

હિચેમ મેચીશી ટ્યુનિશિયાના નવા વડાપ્રધાન નિયુક્ત.

IRCTC અને SBIએ રૂપે પ્લેટફોર્મ પર સંયુક્ત રીતે નવું કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું.

ભારત સરકારે ચીનની વધુ 47 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુક્યો, આ પહેલા 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકાયો છે.

29 જુલાઈ: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતમાં વાઘની વસતી (2967)ને વિશ્વના કુલ વાઘો (3900)ના 70% ગણાવી.

બાંગ્લાદેશના નાટોરમાં 300 વર્ષ જુના શ્રી-શ્રી જય કાલીમાતા મંદિરનું પુન:નિર્માણ બાદ લોકાર્પણ. આ હેતુ માટે ભારતે ભંડોળ પુરૂ પાડ્યું.

કેન્દ્રએ BIS મોબાઈલ એપ ‘BIS-Care’ લોન્ચ કરી, જેથી લોકો ISI અને હોલમાર્ક વાળા પ્રોડક્ટ્સની પ્રમાણિકતાની તપાસ કરી શકે અને તે અંગે ફરિયાદ કરી શકે.

ભારતીય રેલવે હરિયાણાના સોહના પાસે વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિફાઈડ ડબલ સ્ટેક કન્ટેનર ટનલ બનાવી રહ્યું છે.

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021 હરિયાણામાં યોજાશે.

ગુજરાતનું અંબાજી ધામ ગુજરાતનું પ્રથમ ISO 9001:2015 સર્ટીફીકેટ ધરાવતું યાત્રાધામ બન્યું.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.