Help & Support   |   Register Now   |   Login Now     

નાગરિકતા (સુધારા) વિધેયકના મુદ્દે આસામમાં ભાજપની NDAએ સરકારમાંથી આસામ ગણ પરિષદે (AGP) સમર્થન પાછું ખેંચ્યું.

પોલાવરમ બહુહેતુક સિંચાઈ પરિયોજનાએ એક દિવસમાં સૌથી વધુ માત્રામાં કોન્ક્રીટનો ઉપયોગ કરવાનો રેકોર્ડ ગિનીસ બુકમાં નોધાવ્યો.

સિડની 2020માં યોજાનાર 24 ટીમવાળી પ્રથમ ATP કપ પુરુષ ટૂર્નામેન્ટની ફાઈનલની મેજબાની કરશે.

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ: રામી માલેક - શ્રેષ્ઠ અભિનેતા, ગ્લેન ક્લોઝ - શ્રેષ્ઠ અભિનેત્રી, અલ્ફોન્સો ક્યુરોન - શ્રેષ્ઠ ડિરેક્ટર, શ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામા - બોહેમિયન રેપ્સોડી.

સુપ્રીમ કોર્ટે આલોક વર્માને CBIના ડિરેક્ટર તરીકે બહાલી આપી.

પેન્ટાગોનના ચીફ ઓફ સ્ટાફ કેવિન સ્વિને રાજીનામું આપતાં ડિફેન્સ સબ સેક્રેટરી પેટ્રિક શાનાહન પેન્ટાગોનના એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ બન્યા.

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં ક્યાસાનુર ફોરેસ્ટ ડિસીઝ (KFD) ‘મંકી ફીવર’ને કારણે છ લોકોનાં મૃત્યુ. KFD કર્ણાટકમાં ફરીથી ઉદય થતો એક પશુજન્ય રોગ છે.

રોહન બોપન્ના અને દિવિજ શરણે ટાટા ઓપન મહારાષ્ટ્રમાં ATP ટૂર ટેનિસ ખિતાબ જીત્યો.

સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર અને બેલિંડા બેનકિકે હોપમેન કપ જીત્યો. રોજર ફેડરર ત્રણ હોપમેન કપ જીતનાર પ્રથમ ખેલાડી છે.

કુંભ મેળા દરમ્યાન લોકોને પ્રયાગરાજ શહેરમાં માર્ગનિર્દેશન માટે ‘રેલ કુંભ સેવા’ મોબાઈલ એપ શરૂ કરાઈ. આ એપ ‘મેલા સ્પેશિયલ’ ટ્રેનો વિશે પણ માહિતી આપશે.