Help & Support   |   Register Now   |   Login Now     

બંગાળની ખાડીમાં ઉદભવેલ ચક્રવાત ગાજાની તમિલનાડુ અને આંધ્રપ્રદેશને પાર કરવાની સંભાવના.

છત્તીસગઢ વિધાનસભા: ચૂંટણી પંચે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ‘સંગવારી’ બૂથ નામનાં પાંચ અખિલ મહિલા મતદાન કેન્દ્ર સ્થાપ્યાં છે.

ASEAN શિખર સંમેલનની સાથે ફિનટેક સંમેલનનું ત્રીજું સંસ્કરણ સિંગાપુરમાં યોજાયું. સિંગાપુરના વડાપ્રધાન લી હસીન લૂંગ ASEAN શિખર સંમેલનના અધ્યક્ષ છે.

ASEAN દેશો વચ્ચે પ્રથમ ઈ-કોમર્સ સમજૂતી થઇ.

કોચ્ચિ નિગમ અને લીથુઆનિયાની રાજધાની વિલ્લુસ વચ્ચે અર્બન પ્લાનીંગ, કોર્પોરેટ પ્લાનીંગ, ટ્રાન્સપોર્ટ, વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે MoU.

ગોવા સરકારે માછલીની આયાત પર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો.

કેન્દ્રીય સંસદીય બાબતો અને રસાયણ-ખાતર મંત્રી એચ. એન. અનંત કુમારનું નિધન.

કેનેડિયન શીખ ખેડૂત પીટર ઢીલ્લોં કેનેડાના એગ્રીકલ્ચરલ હોલ ઓફ ફેમમાં સામેલ.

હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ: અલ્હાબાદ - ગોવિંદ માથુર, પટના - એ. પી. સાહી, મધ્યપ્રદેશ - એસ. કે. સેઠ, ત્રિપુરા - સંજય કરોલ.

અશોક કુમાર ગુપ્તા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધ્યક્ષ ચૂંટાયા.