Help & Support   |   Register Now   |   Login Now     

એરટેલ પેમેન્ટ બેંકને RBIની મંજૂરી.

આયુષ્યમાન ભારત યોજનાના લાભ માટે આધાર અનિવાર્ય નહિ.

ભારત-બ્રિટન વચ્ચે લીગલ એક્સપર્ટ્સના અનુભવના આદાનપ્રદાન પર MoU.

રેસ્ક્યુ ઓપરેશનની યાદ માટે થાઈલેન્ડની ગુફામાં 12 બાળક ફસાયાં હતાં ત્યાં મ્યુઝિયમ બનશે.

એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન પી. આર. શ્રીજેશ.

ભારતીય રેલવે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી તમિલનાડુના રામેશ્વરમ સુધી ‘શ્રી રામાયણ એક્સપ્રેસ’ નામે ખાસ ટ્રેન ચલાવશે.

યુ.કે. અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા બમણી કરશે.

કનાટ પ્લેસ, નવી દિલ્હી વિશ્વનું 9મું સૌથી મોંઘું ઓફિસ લોકેશન. વિશ્વમાં પ્રથમ ક્રમે હોંગકોંગ.

નેટ ન્યુટ્રેલિટીને મંજૂરી. આ સિદ્ધાંત પછી કોઈ કંપની ઈન્ટરનેટ સુવિધા આપવામાં કોઈ ભેદભાવ નહિ કરી શકે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 11 વર્ષ બાદ બીજી વખત 100 અબજ ડોલરના માર્કેટ કેપની સિદ્ધિ મેળવી.