Help & Support   |   Register Now   |   Login Now     

9 ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ. દર વર્ષે આ દિવસ લોકોમાં આદિવાસી સમુદાયો અંગે જાગૃતત્તા લાવવા તથા તેમના અધિકારોની રક્ષા કરવા માટે મનાવાય છે. આ દિવસ પ્રથમ વાર UNએ ડિસેમ્બર 1994માં જાહેર કર્યો. વર્ષ 2022ની થીમ - 'ધ રોલ રોફ ઇન્ડિજિનિયસ વીમેન ઇન ધ પ્રિઝર્વેશન એન્ડ ટ્રાન્સમિશન ઓફ ટ્રેડિશનલ નોલેજ' ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 6.86% અને ગુજરાતમાં 14.92% આદિવાસી વસ્તી છે.

ભારત-અમેરિકા સંયુકત અભ્યાસ 'વજ્ર પ્રહાર 2022'. ભારત-અમેરિકા વચ્ચે આ અભ્યાસની 13મી આવૃત્તિ હિમાચલ પ્રદેશના બકલોહમાં શરૂ થઇ. 12મી આવૃતિનું આયોજન વોશિંગ્ટન (USA) ખાતે કરાયું હતું. આ અભ્યાસનો ઉદ્દેશ્ય ભારત અને અમેરિકાનાં વિશેષ દળો વચ્ચેના આંતરિક સંચાલનને સુધારવાનો છે.

એલ્ડોસ પોલે CWG 2022માં ટ્રિપલ જંપમાં ગોલ્ડ મેળવ્યો. એલ્ડોસે 17.03 મીટરની સર્વશ્રેષ્ઠ કૂદ સાથે આ મેડલ મેળવ્યો. CWG 2022માં ભારતનો એથ્લેટિકસ ક્ષેત્રનો આ પ્રથમ મેડલ છે. આ જ ઇવેન્ટમાં ભારતના અબ્દુલા અબૂબકરે 17.02 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો.

ભારતીય મુકકેબાજ નિકહત જરીને CWGમાં ગોલ્ડ મેળવ્યો. જરીને આ મેડલ 50 લાઈટ લાઈટવેટ કેટેગરીમાં મેળવ્યો. CWGમાં જરીનનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. તેમણે મે 2022માં મહિલા વિશ્વ ચેમ્પિયનશીપમાં 52 Kg શ્રેણીમાં ગોલ્ડ મેળવ્યો હતો.

ગોવા સરકાર (CM પ્રમોદ સાવંત) આવતા વર્ષથી જ ઉચ્ચ શિક્ષણમાં 100% NEP (National Education Policy) લાગુ કરશે.

વિશ્વનાથન આનંદ આંતરાષ્ટ્રીય શતરંજ મહાસંઘના ઉપાધ્યક્ષ બન્યા.

નલ્લાથમ્બી કલાઈસેલ્વી CSIRની પ્રથમ મહિલા મહાનિર્દેશક બનશે. તેઓ શેખર મંડેનું સ્થાન લેશે. CSIR એ દેશભરમાં 38 શોધ સંસ્થાઓનો એક સમુહ છે.

વીજળીમાં સબસીડી આપવામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક સૌથી ટોચનાં (કુલ 36.4%) રાજયો.

પૈરા ટેબલ ટેનિસમાં ભારતની પૈરા ટેનિસ ખેલાડી ભાવિના પટેલે મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. ટોકયો પેરાલિમ્પિક 2021માં સિલ્વર બાદ આ તેનો બીજો મેડલ છે.

ગુસ્તાવો પેટ્રો કોલંબિયાના પ્રથમ વામપંથી રાષ્ટ્રપતિ બન્યા. તેઓ કોલંબિયાના M-19 ગુરિલ્લા સમૂહના પૂર્વ સભ્ય છે. નવા રાષ્ટ્રપતિએ કોલંબિયાની તેલ સંશોધન માટેનાં લાયસન્સ આપવાનાં બંધ કરવાની જાહેરાત કરી છે. કોલંબિયા એ દક્ષિણ અમેરિકાનો દેશ છે. કોલંબિયાની રાજધાની - બોગોટા. કોલંબિયાનું ચલણ - કોલમ્બિયાઈ પેસો.