Help & Support   |   Register Now   |   Login Now     

વીની મહાજન પંજાબનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ બન્યાં.

ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ (TIFF)-2020ના 50 એમ્બેસેડર્સમાં પ્રિયંકા ચોપરા અને અનુરાગ કશ્યપ સામેલ.

બેંગલુરૂનું કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ રનવે પર સ્વદેશ નિર્મિત એવિએશન વેધર મોનિટરિંગ સિસ્ટમ ધરાવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું.

ઇંગ્લેન્ડનાં ક્લેયર કોનોર લંડન સ્થિત મેરિલબોન ક્રિકેટ ક્લબનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.

આંતકવાદને નાણાકીય પોષણ આપવાને કારણે પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ‘ગ્રે લિસ્ટ’માં.

ભારત UN ‘એલાયન્સ ફોર પોવર્ટી એરેડીકેશન’નું સ્થાપક સભ્ય બન્યું.

હિંદુસ્તાન યુનિલિવર પોતાની પ્રોડક્ટ્સની ‘ફેર એન્ડ લવલી’ રેન્જમાંથી ‘ફેર’ શબ્દ હટાવશે.

બ્રાઝિલમાં 700 કિ.મી. લાંબો વીજળીનો શેરડો નોંધાયો, જે એક વિશ્વવિક્રમ છે.

ઇંગ્લેન્ડના લિવરપૂલ FCએ વર્ષ 2019-20નો ઈંગ્લીશ પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો.

ન્યાયમૂર્તિ અનંત મનોહર કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ નિયુક્ત.