Help & Support   |   Register Now   |   Login Now     

ભારત ડ્રોન દ્વારા તીડને નિયંત્રિત કરનાર પ્રથમ દેશ બન્યો.

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપાયો.

સોશિયલ મિડિયા પર પોતાના વિડીઓમાં ‘સ્કીપીંગ શીખ’ તરીકે પ્રસિદ્ધ એવા 73 વર્ષીય રાજેન્દ્ર સિંહ રાષ્ટ્રીય સેવા માટે ધન ભેગું કરવા માટે બ્રિટનના ‘પોઈન્ટ્સ ઓફ લાઈટ ઓનર’થી સન્માનિત.

મિસિસિપિ પોતાના નેશનલ ફ્લેગમાંથી સંઘીય યુદ્ધનું પ્રતીક હટાવીને નવો ઝંડો બનાવશે, જેમાં ‘ઇન ગોડ, વી ટ્રસ્ટ’ શબ્દો લખેલ હશે.

વર્લ્ડ એથલેટીક્સે આગામી વર્ષે યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ માટેની પ્રક્રિયાને ટ્રેક કરવા માટે એક ઓનલાઈન ડિવાઈસ ‘રોડ ટૂ ટોક્યો’ લોન્ચ કર્યું.

ભારતના 36 વર્ષીય ક્રિકેટ એમ્પાયર નીતિન મેનન ICCની એમ્પાયર્સ એલિટ પેનલમાં સ્થાન મેળવનાર સૌથી યુવા એમ્પાયર.

હિમાચલ પ્રદેશ ઈ-પંચાયત પુરસ્કાર-2020થી સન્માનિત.

શ્રીકાકુલમ TDPના સાંસદ કે. રામ મોહન નાયડુ સંસદ રત્ન પુરસ્કાર-2020થી સન્માનિત.

સંજય મહાજન કેરિયર મિડિયા ઇન્ડિયાના નવા MD નિયુક્ત.

હિંદુસ્તાન યુનિલિવર લિ.એ ગ્લેનમાર્ક ફાર્મા. લિ. પાસેથી સ્વચ્છતા બ્રાન્ડ વીવોશનું અધિગ્રહણ કર્યું.