Help & Support   |   Register Now   |   Login Now     

કેબિનેટે નાના વેપારીઓ, દુકાનદારોને 60 વર્ષની વય પછી રૂ ૩,000નું માસિક પેન્શનની જાહેરાત કરી. ત્રણ વર્ષમાં 5 કરોડથી વધુ નાના વેપારીઓને લાભ થશે.

IAFના ઓલ વુમન ક્રૂએ ભારતમાં પ્રથમ વખત Mi-17 V5 હેલિકોપ્ટર ઉડાડ્યું.

લેફ્ટનન્ટ મોહના સિંહ હોક એડવાન્સ્ડ જેટ એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ.

જેમ્સ માર્પે પાપુઆ ન્યૂ ગિની (PNG)ના વડાપ્રધાન નિયુક્ત.

ભારતના એકમાત્ર વનમાનુષ ‘બિન્ની’નું ઓરિસ્સાના નંદનકાનમ ઝૂમાં નિધન.

ગોવામાં પશ્ચિમ ઘાટના જંગલોમાં કુદક્રમિયા વંશના ભમરાની નવી પ્રજાતિ મળી આવી. આ પ્રજાતિને કુદક્રમિયા રંગનેકરી નામ આપવામાં આવ્યું.

ઇન્ડોનેશિયાના એન્ટોન આદિત્ય સુબેવો બેડમિન્ટન એશિયાના અધ્યક્ષ નિયુક્ત.

સંદીપ પાટીલ ટ્રૂકોલરના ભારત માટેના MD નિયુક્ત.

યોગા ટ્રેનર તથા ફિટનેસ એક્સપર્ટ નમ્રતા મેનન શારીરિક અને માનસિક વિધિઓની પ્રાચીન પ્રણાલીને પ્રોત્સાહન આપવાના હેતુથી ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા.

ભારતનો 10મો રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મોત્સવ જાન્યુઆરી-2020માં અગરતલા (ત્રિપુરા)માં યોજાશે.