Help & Support   |   Register Now   |   Login Now     

ન્યાયાધીશ મિયાં સાકીબ નિસારે પાકિસ્તાનના 25મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

ભારતીય મૂળના બ્રિટિશ પ્રોફેસર શંકર બાલસુબ્રમણ્યમ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા વિજ્ઞાન અને ચિકિત્સા ક્ષેત્રમાં કાર્ય માટે નાઈટહુડની ઉપાધિથી સન્માનિત.

અર્ચના નિગમ ભારત સરકારનાં નવાં સીજીએ (Controller General of Accounts) નિયુક્ત.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હોમ લોન પર 9 લાખ રૂ. સુધી 4%, 12 લાખ રૂ. સુધી 3% રાહત. ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની સહાય, વરિષ્ઠ નાગરિકો માટે 10 વર્ષ સુધી વ્યાજ દર 8%.

ઇન્ડિયા ટુડેના પોલમાં વિરાટ કોહલી વર્ષ 2016માં ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યા.

વિશ્વનો સૌથી ઊંચો બીપૈનજિયાંગ પુલ ચીનમાં ખોલવામાં આવ્યો જે દક્ષિણ પશ્ચિમ પર્વતીય પ્રાંતો યુનાન અને ગુઈજ્હાઓને જોડે છે. આ 565 મીટર (1,854 ફૂટ)ની ઉંચાઈએ છે.

સોરિન ગ્રીંડીઆન્યુ રોમાનિયાના વડાપ્રધાન નિયુક્ત.

વી. કે. શશિકલાએ અખિલ ભારતીય અન્ના દ્રવિણ મુનેત્ર કષગમના (AIADMK) મહાસચિવનો પદભાર સંભાળ્યો.

લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવતે આર્મી પ્રમુખ અને એર માર્શલ બી.એસ.ધનોઆએ વાયુ સેના ચીફનો પદભાર સંભાળ્યો.

વડાપ્રધાને આધાર આધારિત ડિજીટલ કેશ લેવડ દેવડ માટે મોબાઇલ એપ ભીમ (ભારત ઈન્ટરફેસ ફોર મની) લોન્ચ કરી.