Help & Support   |   Register Now   |   Login Now     

સતીશ સિવાલિંગમે 69મી પુરુષ સિનીયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં, પુરુષ 77 કિગ્રા વર્ગમાં, સતત છઠ્ઠા વર્ષે સુવર્ણ ચંદ્રક જીત્યો.

પ્રોફેસર ડેવિડ આર. સિમ્લીહ યુપીએસસીના અધ્યક્ષ નિયુક્ત.

4 જાન્યુઆરી : લુઈ બ્રેલના જન્મ દિવસ પર વિશ્વ બ્રેલ દિવસ મનાવવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટે બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરને BCCIના અધ્યક્ષ પદેથી અને અજય શિર્કેને સચિવ પદેથી દૂર કર્યા.

ભીમ એપ ભારતની સર્વાધિક લોકપ્રિય અને ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ થનાર ફ્રી એન્ડ્રોઇડ એપ બની.

3 જાન્યુઆરી : સામાજિક કાર્યકર્તા સાવિત્રીબાઈ ફુલેને 186મા જન્મ દિવસ નિમિત્તે ગુગલ ઇન્ડિયાએ ગુગલ ડુડલ દ્વારા યાદ કર્યાં. તેમને ભારતમાં સ્ત્રી શિક્ષણની તકોની આધારશિલા મુકવાનો શ્રેય જાય છે.

ભારતીય મૂળ(કેરળ)ના સાઉદી સ્થિત ઉદ્યમી શેખ રફીક મોહમ્મદ કિર્ગીસ્તાનમાં મેજર જનરલ નિયુક્ત.

હિંદી લેખિકા શ્રદ્ધા થવાઈતની લઘુવાર્તા ‘હવા મેં ફડફડાતી ચીઠ્ઠી’ અને ઘનશ્યામ કુમાર દેવાંશની કવિતા ‘આકાશ મેં દેહ’ માટે ભારતીય જ્ઞાનપીઠ નવલેખન પુરસ્કાર 2016 માટે પસંદગી.

ભારતના સૌથી મોટા LNG આયાતકાર પેટ્રોનેટે બાંગ્લાદેશમાં એક $ 950 મિલિયન LNG પરિયોજના માટે એમઓયુ સાઈન કર્યા.

ભારતે સ્વદેશી આંતરમહાદ્વીપીય પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-IVનું પરિક્ષણ કર્યુ. 20 મીટર લાંબી, 17 ટન વજની આ મિસાઈલ 4,000 કિમીના અંતર સુધી એક ટન પરમાણુ બોમ્બ લઇ જઈ શકે છે.