Help & Support   |   Register Now   |   Login Now     

ગ્લોબલ એવિએશન સમિટ જાન્યુઆરી 2019માં મુંબઈમાં યોજાશે. વિષય - ફલાયિંગ ફોર ઓલ-ઇસ્પેશિયલી ફોર ધ નેક્સ્ટ 6 બિલિયન.

CSIR-IMTECH ચંડીગઢમાં હાઈ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે.

સલોમ જુરાબિશ્વિલી જ્યોર્જિયાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં.

મેજર જનરલ એલેન્કા એરમેંક સ્લોવેનિયાની સેનાનાં પ્રથમ મહિલા ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત. મહિલાને સેના પ્રમુખ નિયુક્ત કરનાર એકમાત્ર NATO દેશ બન્યો.

પ્રસિદ્ધ વાંસળી વાદક પંડિત કેશવ ગિંડે શાસ્ત્રીય સંગીત માટે પ્રતિષ્ઠિત ‘ભારત રત્ન પંડિત ભીમસેન જોશી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2018’થી સન્માનિત.

બાળકો માટે ભારતનો પ્રથમ ઉન્નત વ્યક્તિગત રોબોટ ‘મિકો-2’ લોન્ચ. આ રોબોટ બાળકોના પ્રાથમિક શિક્ષણ અને વિકાસમાં માતા-પિતાની મદદ કરશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ CARE (Consortium of Academic and Research Ethics) સ્થાપવાની જાહેરાત કરી.

ઇન્ડિયન નેવિ કમાન્ડર વિજય વર્મા અને કેપ્ટન પી. રાજકુમારે ‘એશિયન ઓફ ધ યર’ પુરસ્કાર જીત્યો.

હિમાચલ પ્રદેશ પેન ઇન્ડિયા સિંગલ ઈમરજન્સી નંબર 112 લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું.

1 ડિસેમ્બર: વિશ્વ એઇડ્સ દિન. પ્રથમ વિશ્વ એઇડ્સ દિન 1988માં યોજવામાં આવ્યો હતો.