Help & Support   |   Register Now   |   Login Now     

નવી દિલ્હીમાં બીજું ‘આંતરરાષ્ટ્રીય આંબેડકર સંમેલન’ યોજાયું. આ સંમેલન બંધારણ દિવસના ઉત્સવનો હિસ્સો છે.

જ્યોર્જિયાની પારંપરિક કુશ્તી ‘ચિડોબા’ને UNESCOએ ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ની સૂચિમાં સામેલ કરી. આ કુશ્તીની એક મેચ પાંચ મિનિટ સુધી ચાલે છે.

જાન્યુઆરી 2019થી ભારત કિમ્બર્લી પ્રક્રિયા (KP)ની અધ્યક્ષતા કરશે. KP ગ્લોબલ સપ્લાય ચેનલમાંથી કોન્ફ્લીક્ટ ડાયમંડ્સ દૂર કરવાની એક વૈશ્વિક પહેલ છે.

2 ડિસેમ્બર: આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિન.

આયરિશ ગેમ ‘હર્લિંગ’ને UNESCOની ‘માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’નો દરજ્જો મળ્યો.

ગ્લોબલ ન્યુટ્રીશન રિપોર્ટ 2018 અનુસાર કુપોષણને લીધે ભારતમાં 46 મિલિયન બાળકો અવિકસિત.

ચીન અને ભારત વચ્ચે સૈન્ય અભ્યાસ ‘હેન્ડ ઇન હેન્ડ’ ચીનના ચેંગ્દૂ શહેરમાં યોજાશે.

USA અને ભારતની વાયુસેના વચ્ચે પશ્ચિમ બંગાળમાં સંયુક્ત અભ્યાસ ‘કોપ ઇન્ડિયા-2019’ યોજાશે.

RBIએ પોસ્ટ અને પ્રી-શિપમેન્ટ નિકાસ ક્રેડીટ પર વ્યાજ સબસીડી ૩%થી વધારીને 5% કરી.

માનવ સંસાધન વિકાસ વિભાગે ‘ભાષા સંગમ’ નામની પહેલની શરૂઆત કરી. આ કાર્યક્રમ ભારતીય ભાષાઓમાં વિદ્યાર્થીઓને બહુભાષી એક્સપોઝર પૂરું પાડે છે.